એપશહેર

વિયેતનામમાં અમુક લોકો યુદ્ધ લાવ્યા, અમે બુદ્ધ લઈને આવ્યા: મોદી

I am Gujarat 3 Sep 2016, 3:04 pm
નવી દિલ્હી: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિયેતનામના હનોઈના બૌદ્ધ મંદિર કુઆન સૂ પગોડ પહોંચ્યા હતા અને બૌદ્ધ ભિક્ષુકો સાથે મુલાકાર કરી હતી. મોદીએ કહ્યું કે, આપણો સંબંધ 2000 જૂનો છે. આટલા વર્ષોમાં અમુક લોકો અહીંયા યુદ્ધ લઈને આવ્યા અને અમે બુદ્ધને લઈને આવ્યા. જે યુદ્ધ લઈને આવ્યા તેમનો નાશ થયો અને જે બુદ્ધ લઈને આવ્યા તે અમર થઈ ગયા. બુદ્ધ શાંતિનો માર્ગ દર્શાવે છે. બોમ્બ-બંદુક વાળા લોકો વિયેતનામથી શીખે કે યુદ્ધથી વધારે પરિવર્તન બુદ્ધ લાવે છે.
I am Gujarat ho chi minh was one of the tallest leaders of the 20th century pm modi in hanoi
વિયેતનામમાં અમુક લોકો યુદ્ધ લાવ્યા, અમે બુદ્ધ લઈને આવ્યા: મોદી


મોદી અને ફુકે રાષ્ટ્પતિ ભવનમાં અંકલ હોના ફિશ પોન્ડમાં માછલીઓ માટે દાણા નાખ્યા હતા. આ પહેલાં હનોઈમાં રાષ્ટ્રપતિ ભવનમાં મોદીનું સ્વાગત પરંપરાગત રીતે કરવામાં આવ્યુ હતું. મોદી વિયેતનામના રાષ્ટ્રીય નાયકો અને શહીદોનાં સ્મારક પર પણ ગયા હતા. ઉલ્લેખનીય છે કે મોદી પહેલાં કોઈ પણ ભારતીય પ્રાઈમ મિનિસ્ટરે વિયેતનામ યુદ્ધમાં ભાગ લેનારા સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ નથી કરી.


વિયેતનામ પ્રવાસ પુરો કરીને મોદી ડાઈરેક્ટ ચીન જશે. ત્યાં તે જી-20 સમિટમાં ભાગ લેશે. એવું માનવામાં આવે છે તે ડાઈરેક્ટ ચીન જવાના બદલે વિયેતનામ થઈને પેઈચિંગ જવું એ ચીન માટે એક સંદેશ સમાન છે. સાઉથ ચાઈના સીને લઈને ચીનનો વિયેતનામ સાથે વિવાદ ચાલી રહ્યો છે જેમાં ભારત વિયેતનામની સાથે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો