એપશહેર

Video: પાકિસ્તાનમાં શરૂ થઈ પહેલી મેટ્રો ટ્રેન, પબ્લિક આવી રીતે કરી રહી છે મુસાફરી!

પહેલી મેટ્રોની મુસાફરીનો આનંદ માણતા પાકિસ્તાનીઓના વિડીયો સોશિયલ મીડિયામાં થયા છે વાઈરલ

I am Gujarat 5 Nov 2020, 8:43 pm
પાડોશી દેશ પાકિસ્તાને તેની પ્રથમ મેટ્રો લાઇન મળી ગઈ છે. ગયા અઠવાડિયે લાહોરમાં આ લાઇન પર ટ્રેનોની અવરજવર શરૂ થઈ હતી. આ 27 કિમી લાંબી ‘ઓરેન્જ લાઈન’ પર 26 સ્ટેશનો આવે છે. હવે જનતા માટે ભીડભાડ વાળા લાહોર શહેરમાં મુસાફરી કરવી થોડી આસાન થઈ ગઈ છે. પહેલાં માહોલ એવો હતો કે બસ દ્વારા ક્યાંક જવા માટે અઢી કલાકનો સમય લાગતો, હવે મેટ્રો ફક્ત 45 મિનિટમાં પહોંચાડી દે છે. આ બધાની વચ્ચે મેટ્રોના કેટલાક વીડિયો સામે આવ્યા છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
I am Gujarat how pakistans first orange line metro provides new entertainment opportunities
Video: પાકિસ્તાનમાં શરૂ થઈ પહેલી મેટ્રો ટ્રેન, પબ્લિક આવી રીતે કરી રહી છે મુસાફરી!


સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો નવી મેટ્રોનો સંપૂર્ણ આનંદ માણી રહ્યાં છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.


2 નવેમ્બરના રોજ @DanyalGilaniના ટ્વિટર યૂઝરે એક વિડીયો શેર કર્યો અને સાથે લખ્યું ' લાહોરની ઓરેન્જ લાઇન મેટ્રો લોકોને મનોરંજનની નવી તકો આપી રહી છે.' હાલમાં આ વિડીયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજુ પણ શેર કરવામાં આવી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…
બાળકો તો બાળકો જ હોય

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો