એપશહેર

ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધ બાદ આ દેશોમાં આસમાને આંબ્યા ભાવ

મિત્તલ ઘડિયા | TNN 3 Oct 2019, 10:03 am
ભારતભરમાં આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે, ત્યારે એશિયાના અન્ય દેશોમાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ છે કારણે ભારે વરસાદ બાદ ડુંગળીનો પાક ધોવાઈ જતા ભારતે અન્ય દેશોમાં તેના નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:નેપાળની સીમા પોખરેલ નામની એક ગૃહિણીએ પણ ડુંગળીના ભાવ વધતાં કેટલી મુશ્કેલીઓ પડી રહી છે તેના વિશે વાત કરી હતી. સીમાએ કહ્યું ‘આ ભાવ વધારો આઘાતજનક છે. ડુંગળીના ભાવ ગયા મહિના કરતાં આ મહિને બમણા થઈ ગયા છે’. પાકિસ્તાનની ચીકન કરી હોય કે બાંગ્લાદેશની બિરયાની કે પછી ભારતીય સાંભાર. એશિયાના લોકોનો ખોરાક ડુંગળી વગર અધૂરો છે અને આ માટે તેઓ ભારતીય ડુંગળી પર આધાર રાખતા હતા. જો કે હવે ચીન અને ઈજિપ્ત જેવા હરીફ નિકાસકારો ડુંગળીનો સ્વાદ જળવાઈ રહે તે માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે.સ્થાનિક સ્તરે ડુંગળીનો 100 કિલોનો ભાવ 4500 રૂપિયાએ પહોંચી જતાં ન્યૂ દિલ્હીએ ભારતના તમામ નિકાસકારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સામાન્ય કરતા વધારે વરસાદ તેમજ ઉનાળામાં ઉગાડવામાં આવેલો આ પાક મોડો આવતાં ભાવ છેલ્લા 6 વર્ષની સરખામણીમાં સૌથી વધારે છે.પ્રતિબંધ મુકાયા બાદ બાંગ્લાદેશ જેવા દેશોએ હવે મ્યાનમાર, ઈજિપ્ત, તુર્કી અને ચીન પર આધાર રાખવાનું શરૂ કર્યું છે તેમ સરકારી અધિકારીઓએ અને વેપારીઓએ જણાવ્યું હતું.ભારતના એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા પ્રમાણે, 2018-19ના નાણાકીય વર્ષ દરમિયાન ભારતે 2.2 મિલિયન ટન ફ્રેશ ડુંગળીની નિકાસ કરી હતી. વેપારીઓના અંદાજ પ્રમાણે, આ આંકડો એશિયાઈ દેશો દ્વારા થતી કુલ આયાત કરતાં અડધાથી વધારે છે.ઢાકામાં હવે લોકોએ એક કિલો ડુંગળી ખરીદવા માટે 120 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે, આ ભાવ 15 દિવસ પહેલાના ભાવ કરતા બમણા છે તેમજ ડિસેમ્બર 2013 બાદ આ સૌથી વધારે ભાવ છે. ‘એશિયા તેમજ યૂરોપ સહિત અન્ય જગ્યાએ પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે’ તેમ ઢાકાના મહોમ્મદ ઈદ્રિસ નામના એક વેપારીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારતે મુકેલા પ્રતિબંધનો લાભ ડુંગળીની નિકાસ કરતા અન્ય દેશો ઉઠાવી રહ્યા છે’બાંગ્લાદેશ સરકારે રાજ્ય સંચાલિત ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશના માધ્યમથી સબસિડીવાળી ડુંગળીનું વેચાણ કરવાનું શરૂ કર્યું છે. શ્રીલંકામાં છેલ્લા અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જ્યાં તેનો એક કિલોનો ભાવ 280થી 300 શ્રીલંકન રૂપિયા છે.

50 કિલો સોનામાંથી બનાવાઈ મા દુર્ગાની મૂર્તિ, દર્શન કરીને ધન્ય થઈ જશો

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો