એપશહેર

ઓસ્ટ્રેલિયન પોલીસે ભારતીય પર જાહેર કર્યું લાખો ડૉલરનું ઈનામ, કોણ છે રાજવિંદર?

આ સમગ્ર મામલે 38 વર્ષીય નર્સ રાજવિન્દર સિંહ મુખ્ય સંદિગ્ધ છે. પણ તે 24 વર્ષીય ટોયા કોર્ડિંગલીની હત્યા કરીને 2 દિવસ પછી ઓસ્ટ્રેલિયામાંથી ભાગી ગયો અને તેની પત્ની તથા બાળકોને ઓસ્ટ્રેલિયામાં જ છોડીને જતો રહ્યો. ક્વીન્સલેન્ડની પોલીસ હવે રાજવિન્દર સિંહને શોધી રહી છે અને તેને પકડવામાં મદદ કરનાર નાગરિકને 10 લાખ ઓસ્ટ્રેલિયન ડૉલર આપવાની જાહેરાત કરી છે.

Edited byનિલય ભાવસાર | Navbharat Times 3 Nov 2022, 4:35 pm

હાઈલાઈટ્સ:

  • રાજવિન્દર સિંહ તારીખ 22 ઓક્ટોબરે કેર્નમાંથી રવાના થયો કે જ્યારે ટોયાની હત્યા કરવામાં આવી હતી.
  • રાજવિન્દર સિંહ ત્યાંથી સિડની ગયો અને પછી તારીખ 23 ઓક્ટોબરે ભારત આવી ગયો.
  • રાજવિન્દર સિંહ ઓસ્ટ્રેલિયાથી ભાગીને ભારત આવી ગયો. તેમણે એવું પણ જણાવ્યું કે રાજવિન્દર સિંહનું અંતિમ લૉકેશન ભારત હતું.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Rajwinder Singh
ઓસ્ટ્રેલિયન પોલીસે ભારતીય પર જાહેર કર્યું લાખો ડૉલરનું ઈનામ, કોણ છે રાજવિંદર?
મેલબર્ન: ઓસ્ટ્રેલિયન મહિલાની કથિત હત્યા કરીને ભારત ભાગી જનારા ભારતીય નર્સ (Rajwinder Singh) પર ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડની પોલીસે મોટું ઈનામ જાહેર કર્યું છે. પોલીસે રાજવિન્દર સિંહ (Rajwinder Singh)ને પકડવામાં મદદ કરવા પર 10 લાખ ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, 24 વર્ષીય ટોયા કોર્ડિંગલી (Toyah Cordingley) ઓક્ટોબર 2018માં બીચ પર તેના કૂતરાને ફરવા માટે લઈ ગઈ હતી ત્યારે તેની હત્યા કરાઈ હતી.
રિપોર્ટ મુજબ, આ સમગ્ર મામલે 38 વર્ષીય નર્સ રાજવિન્દર સિંહ મુખ્ય સંદિગ્ધ છે. પણ તે 24 વર્ષીય ટોયા કોર્ડિંગલીની હત્યા કરીને 2 દિવસ પછી ઓસ્ટ્રેલિયામાંથી ભાગી ગયો અને તેની પત્ની તથા બાળકોને ઓસ્ટ્રેલિયામાં જ છોડીને જતો રહ્યો. ક્વીન્સલેન્ડની પોલીસ હવે રાજવિન્દર સિંહને શોધી રહી છે અને તેને પકડવામાં મદદ કરનાર નાગરિકને 10 લાખ ઓસ્ટ્રેલિયન ડૉલર (1 million Australian dollar) આપવાની જાહેરાત કરી છે. એજન્સીના અધિકારીએ કહ્યું એ આ ઘણું મોટું ઈનામ છે.
એજન્સીના અધિકારીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે રાજવિન્દર સિંહ તારીખ 22 ઓક્ટોબરે કેર્નમાંથી રવાના થયો કે જ્યારે ટોયાની હત્યા કરવામાં આવી હતી. રાજવિન્દર સિંહ ત્યાંથી સિડની ગયો અને પછી તારીખ 23 ઓક્ટોબરે ભારત આવી ગયો. રાજવિન્દર સિંહ ઓસ્ટ્રેલિયાથી ભાગીને ભારત આવી ગયો. તેમણે એવું પણ જણાવ્યું કે રાજવિન્દર સિંહનું અંતિમ લૉકેશન ભારત હતું. હવે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ભારતીય નાગરિક રાજવિન્દર સિંહ વિશેની માહિતી આપશે તો તેને ઈનામ આપવામાં આવશે. આ સૂચના વૉટ્સએપ દ્વારા પણ આપી શકાય છે.

સેલેબ્રિટીના કારણે થઈ નાસભાગ! દક્ષિણ કોરિયામાં 150 લોકોના મોતનું સાચું કારણ શું?

સિયોલ (Seoul): દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ઈટાવોનમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં 150 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 150 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હેલોવીન (Halloween) દરમિયાન થયેલી નાસભાગમાં હાર્ટ અટેકના કારણે ઘણાં લોકોના મોત થયા છે. હજુ પણ 100 કરતા વધારે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, એક સેલેબ્રિટીના કારણે લોકો પાગલ થઈ ગયા હતા અને પછી ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. રિપોર્ટ્સ મુજબ, જે ગલીમાં ભાગદોડ મચી હતી તે સાંકડી હતી. આ ગલી એટલી સાંકડી હતી કે ત્યાં ગાડી પણ પાર્ક કરી શકાય નહીં. ત્યારે ભીડમાં લોકોએ એકબીજાને ધક્કા મારવાનું શરૂ કર્યું અને લોકો એકબીજા પર પડી રહ્યા હતા. ત્યારબાદ ગૂંગળામણ અને હાર્ટ અટેકની સ્થિતિ સર્જાઈ હતી.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો