એપશહેર

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, આદુનો ભાવ 1000 રૂપિયે કિલો

પાકિસ્તાનમાં શાકભાજીના ભાવમાં અચાનક એટલા વધી ગયા છે લોકોની હાલાકી વધી ગઈ છે. જ્યારે ઈમરાન ખાન જનતાને ભૂલી વિરોધ પક્ષો સામે લડવામાં પડ્યા છે.

I am Gujarat 15 Dec 2020, 10:40 pm
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાન પહોંચી જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન ઈમરાન ખાન ખાંડ ભાવ ઓછા કરવાનું વચન આપી પોતાની પીઠ થપથપાવી રહ્યા છે. ઈમરાન ખાનના પૂર્વ પત્ની રેહમ ખાને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો વિડીયો ટ્વિટ કરી જણાવ્યું છે કે, રાવલપિંડીમાં આદુ 1000 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. શિમલા મિર્ચનો ભાવ પણ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. એક મહિના પહેલા જ પાકિસ્તાનમાં લોટના ભાવને લઈને હાહાકાર મચ્યો હતો.
I am Gujarat Pakistan


બે દિવસ પહેલા જ ઈમરાન ખાને ટ્વીટ કરી દાવો કર્યો હતો કે, તેમના દેશમાં ખાંડ હવે 81 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે તેમણે પોતાની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની સરકારની નીતિઓના કારણે જ ગત મહિને 102 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહેલી ખાંડની કિંમત હવે 81 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગઈ છે. તેમણે કિંમતને ઓછી કરવા માટે બનાવાયેલી ટીમની પણ પ્રશંસા કરી હતી.

અનાજની અછતનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાન હાલના દિવસોમાં અનાજની અછતનો સામનો કરી રહ્યું છે. જે પાકિસ્તાન પહેલા આખી દુનિયાને ડુંગળીની નિકાસ કરતું હતું, તેને હવે પોતાના દેશમાં ડુંગળીની કિંમતો ઓછી કરવા માટે તેની નિકાસ કરવી પડી રહી છે. લોટ અને ખાંડના ભાવને ઓછો કરવા માટે ઈમરાન ખાન સતત કેબિટન અને અધિકારીઓની સાથે મીટિંગ કરી રહ્યા છે.

ઘઉંની કિમતે તોડ્યો રેકોર્ડ
પાકિસ્તાનમાં આ વર્ષે ઘઉંની કિંમતે રેકોર્ડ તોડી દીધો છે. તેની કિંમતમાં ઈતિહાસમાં સૌથી વધુ 2400 રૂપિયા પ્રતિ 40 કિલોની કિંમત એટલે કે 60 રૂપિયામાં એક કિલોએ પહોંચી ગઈ છે. તે સાથે જ દેશની સરકારના મોંઘવારી પર કાબુ મેળવવાના અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસોમાં નિષ્ફળ થવાના સંકેત મળી રહ્યા છે. ગત ડિસેમ્બરમાં દેશમાં સ્થિતિ ઘણી ખરાબ થવા લાગી હતી, જ્યારે ઘઉંની કિંમત 2000 રૂપિયા પ્રતિ 40 કિલો પર પહોંચી ગઈ હતી. આ વર્ષે ઓક્ટોબરમાં આ રેકોર્ડ તૂટી ગયો.

વિપક્ષો સામે લડવામાં જનતાને ભૂલ્યા ઈમરાનઈમરાન ખાન હાલના દિવસોમાં વિરોધી પક્ષોના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ)ને સંભાળવામાં લાગેલા છે. વિપક્ષની સરકાર વિરોધી સભાઓમાં ઉમટતી ભીડ જોઈને તેમની ઊંઘ ઉડી ગઈ છે. તો, એકજૂથ થયેલો વિપક્ષ કોઈપણ કિંમતે ઈમરાન ખાનને સત્તા પરથી ઉતારી દેવા મક્કમ છે. પાકિસ્તાનની સેના પણ પાણીનું વહેણ જોઈને ઈમરાન ખાનનો સાથ છોડી ચૂકી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો