એપશહેર

લેબનોનઃ બેરૂત બ્લાસ્ટમાં 150ના મોત, PM સહિત સરકારનું રાજીનામું

તપાસમાં એ વાત સામે આવી છે કે કેટલાય વર્ષોથી આ વિસ્ફોટક કેમિકલ, અમોનિયમ નાઈટ્રેટ પોર્ટ પર પડ્યા હતા

I am Gujarat 10 Aug 2020, 10:04 pm
બેરૂતઃ એક અઠવાડિયા પેલા લેબનોની રાજધાની બેરૂતમાં થયેલા બ્લાસ્ટથી સમગ્ર દુનિયા સ્તબ્ધ છે. આ ઘટના બાદ દેશમાં એટલો આક્રોશ છે કે આખી સરકારે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. દેશના પ્રધાનમંત્રી હસન દિઆબ જલદી તેની જાહેરાત કરવાના છે. 150થી વધુ લોકોના મોતની ઘટનાની તપાસ ધીરે ધીરે સરકારની બેદરકારી અને સરકારની અયોગ્યતા પર સવારો ઉઠતા એક-એક કરીને મંત્રીઓએ રાજીનામા આપવાની શરૂઆત કરી દીધી.
I am Gujarat lebanon government including prime minister hassan diab resignation over beirut port explosion
લેબનોનઃ બેરૂત બ્લાસ્ટમાં 150ના મોત, PM સહિત સરકારનું રાજીનામું


દેશમાં સરકાર સામે આક્રમક પ્રદર્શન ચાલી રહ્યું છે જેણે હિંસક રૂપ લઈ લીધું છે. સીએનએનના રિપોર્ટ મુજબ સરકારના એક સૂત્રએ માહિતી આપી છે કે સોમવારે રાત સુધી સરકાર 'કેરટેકર'ની ભૂમિકામાં આવી જશે. કેબિનેટના 3 મંત્રી પહેલા જ રાજીનામાં આપી ચૂક્યા છે અને સંસદના 7 સભ્યોએ પણ પદ છોડી દીધું છે.

લેબનોનમાં પહેલાથી જ આર્થિક સંકટ હતો જેની વચ્ચે કોરોના વાયરસ પણ મુશ્કેલી ઊભી કરી દીધી છે. સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી રહ્યા છે. રાજધાની બેરૂતમાં થયેલા બ્લાસ્ટ બાદ લોકમાં ગુસ્સો ફૂટી રહ્યો છે. તપાસમાં એ વાત સામે આવી છે કે કેટલાય વર્ષોથી આ વિસ્ફોટક કેમિકલ, અમોનિયમ નાઈટ્રેટ બંદર પર પડ્યા હતા અને અનેક ચેતવણી જાહેર કર્યા પછી પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો