એપશહેર

બ્રિટનમાં હરાજીમાં મૂકાયા ગાંધીજીએ પહેરેલા ચશ્મા, ઉપજી શકે છે આટલી ઊંચી કિંમત

ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકામાં હતા ત્યારે તેમણે એક વ્યક્તિને પોતાના ચશ્મા ભેટ આપ્યા હતા જેની હવે હરાજી થવા જઈ રહી છે

I am Gujarat 9 Aug 2020, 11:47 pm
લંડન : બ્રિટનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પહેરેલા ચશ્માને ઑનલાઈન હરાજી માટે મૂકવામાં આવ્યા છે. સોનાનો ઢોળ ચડાવેલા ચશ્મા વિશે માનવામાં આવે છે કે આને ગાંધીજીએ પહેર્યા હતા. આની અંદાજિત કિંમત 10 હજારથી 15 હજાર પાઉન્ડની વચ્ચે રહેવાની આશા છે. દાવો કરવામાં આવ્યો છે કે, મહાત્મા ગાંધીએ આ ચશ્મા એક વ્યક્તિને ભેટ આપી દીધા હતા.
I am Gujarat mahatma gandhi gold plated glasses will be auctioned in uk
બ્રિટનમાં હરાજીમાં મૂકાયા ગાંધીજીએ પહેરેલા ચશ્મા, ઉપજી શકે છે આટલી ઊંચી કિંમત


ઑક્સન કંપનીએ કહ્યું - ચશ્માનું ઐતિહાસિક મહત્વ

દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડના ઉપનગર હનહમ સ્થિત કંપની ઈસ્ટ બ્રિસ્ટલ ઑક્શન્સે રવિવારે કહ્યું કે, તે એ વાત જાણીને અત્યંત આશ્ચર્યચકિત હતા કે જે ચશ્મા તેમની ટપાલપેટીના એક કવરમાં મૂકવામાં આવ્યા હતા તેની પાછળ એક આવો શાનદાર ઈતિહાસ હોઈ શકે છે. ઑક્શન કંપનીના એન્ડી સ્ટૉવે કહ્યું કે, આનું મોટું ઐતિહાસિક મહત્વ છે.

ચશ્માની કિંમત જાણી દંગ રહી ગયો માલિક

સેલરે આને રસપ્રદ તો કહ્યાં પણ તેની કોઈ કિંમત ન લગાવી. વિક્રેતાએ સ્ટોવને ત્યાં સુધી કહ્યું કે, જો આ કિંમતી ન હોય તો તેને નષ્ટ કરી દે. તેમણે કહ્યું કે, જ્યારે અમે તેના માલિકને ચશ્માની કિંમત જણાવી તો તે અચંબામાં પડી ગયા. આ હરાજી સંબંધિત સાચેમાં એક શાનદાર કહાની છે. આ ચશ્મા માટે પહેલેથી જ 6 હજાર પાઉન્ડની ઑનલાઈન બોલી લગાવાઈ ચૂકી છે.

ઈંગ્લેન્ડના આ વૃદ્ધ સેલરના પરિવારની પાસે આ ચશ્મા હતા. સેલરના પિતાએ તેમને જણાવ્યું હતું કે, આ ચશ્મા તેમના કાકાને મહાત્મા ગાંધીએ તે સમયે ભેટ રૂપે આપ્યા હતા જ્યારે તેઓ 1910થી 1930ની વચ્ચે દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા હતા. 'મહાત્મા ગાંધીના અંગત ચશ્માની જોડી'ના ટાઈટલથી 21 ઑગસ્ટથી શરૂ થનારી ઑનલાઈન હરાજીની પહેલા જ તેણે લોકોને ખૂબ આકર્ષિત કર્યા છે. ભારતના લોકોએ પણ આમાં ખાસ્સી રૂચિ દેખાડી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો