એપશહેર

માઓવાદી પાર્ટીના અધ્યક્ષ પ્રચંડ બીજી વાર બન્યા નેપાળના વડાપ્રધાન

I am Gujarat 3 Aug 2016, 7:34 pm
કાઠમંડુઃ પ્રચંડ નામથી ઓળખાતા માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ નેપાળના વડાપ્રધાન બન્યા છે. સંસદમાં થયેલા વોટિંગ દરમિયાન સાંસદોએ તેમના નામ પર સંમતિ દર્શાવી હતી. પ્રચંડ બીજી વાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચંડને તેમની નવી ભૂમિકા માટે શુભકામનાઓ પાઠવી છે.
I am Gujarat maoist chief prachand elected as nepal prime minister
માઓવાદી પાર્ટીના અધ્યક્ષ પ્રચંડ બીજી વાર બન્યા નેપાળના વડાપ્રધાન

Spoke to Nepal’s PM-elect Pushpa Kamal Dahal ‘Prachanda’ ji & congratulated him. Assured him of our full support & invited him to India.— Narendra Modi (@narendramodi) August 3, 2016 એવું માનવામાં આવે છે કે, દેશમાં નવું બંધારણ લાગુ થયા બાદ રાજકીય અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહેલા નેપાળમાં પ્રચંડ વડાપ્રધાન બનતા હવે સ્થિરતા આવશે. જોકે આ વખતે વડાપ્રધાનપદ માટે પ્રચંડ એક માત્ર ઉમેદવાર હતા, પરંતુ તેમ છતાં તેમણે વોટિંગનો સામનો કરવો પડ્યો હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું, કારણ કે નવા બંધારણ મુજબ વડાપ્રધાનને સંસદમાં બહુમત સાબિત કરવાનો હોય છે.

પ્રચંડ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-માઓવાદી (CPM-M)ના ચેરમેન છે. વડાપ્રધાનપદ માટે થયેલા મતદાન દરમિયાન તેમના પક્ષમાં 363 અને વિપક્ષમાં 210 વોટ પડ્યા હતા. કુલ 595 સાંસદોમાંથી 22 સભ્યોએ વોટિંગમાં ભાગ લીધો હતો. ચૂંટણી પહેલા પ્રચંડે કહ્યું હતું કે, તેઓ દેશને આર્થિક વિકાસના માર્ગે લઈ જવાનો પ્રયાસ કરશે. આ પહેલાં તેઓ 2008થી 2009 દરમિયાન વડાપ્રધાન હતા. એ વખતે આર્મી ચીફને હટાવવાના તેમના નિર્ણયથી વિવાદ થયો હતો અને તેમણે પદ છોડવું પડ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો