એપશહેર

મરયમ નવાઝનો આરોપ, ઈમરાન ખાનની પાર્ટીને ભાજપના સભ્ય આપે છે ફંડ

મરયમ નવાઝે આરોપ લગાવ્યો કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફને ભારત અને ઈઝરાયલ તરફથી ફંડ મળે છે.

I am Gujarat 19 Jan 2021, 10:55 pm
નવી દિલ્હી: પાકિસ્તાન આંતરાષ્ટ્રીય મંચો પર ભારતને ઘેરવાનો પ્રયાસ કરતું જ રહે છે, પરંતુ તેના ઘરની લડાઈઓમાં પણ ભારત પર ઠીકરું ફોડ્યા વિના કામ નથી ચાલતું. અત્યાર સુધી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને ભારતની 'મિત્રતા'નો દાવો કરતા આવ્યા છે. હવે, નવાઝ શરીફના દીકરી મરયમે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ પર ભારત પાસેથી ફંડ લેવાનો આરોપ લગાવ્યો છે.
I am Gujarat Maryam Nawaz and Imran Khan


પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોનના રિપોર્ટ મુજબ, સરકાર પર હુમલો કરતા મરયમે આરોપ લાગાવ્યો કે, ઈમરાનને ભારત અને ઈઝરાયલના લોકો તરફથી ફંડ મળે છે. તેમણે કહ્યું કે, 'શું તમને ખબર છે કે તેમને ભારતમાંથી ફંડ કોણ આપે છે? ભારતીય જનતા પાર્ટીના સભ્ય ઈન્દર દોસાંઝ. અને તેમને ફંડ આપનારા ઈઝરાયલીનું નામ છે બેરી સી શ્નેપ્સ.' મરયમે એવો પણ દાવો કર્યો કે, બંને દેશોમાંથી 'ઘણા' લોકો અને કંપનીઓ PTIને ફંડ આપે છે.

ઈમરાને કહ્યું હતું કે, 'મોદીની ભાષા બોલે છે નવાઝ'
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે નવાઝ શરીફે સેના પર નિશાન સાધ્યું હતું, ત્યારે ઈમરાને કહ્યું હતું કે, 'નવાઝે જે પાકિસ્તાનની સેના વિશે બહારથી બેસીને કહ્યું છે, તે જનરલ બાજવા પર હુમલો નથી, પાકિસ્તાનની સેના પર છે. આ જ વાત નરેન્દ્ર મોદીએ કહી હતી. નરેન્દ્ર મોદીએ ઘણી વખત કહ્યું છે કે, અમને નવાઝ શરીફ પસંદ છે, પાકિસ્તાનના સેના પ્રમુખ આતંકવાદી છે. તેમણે ઘણી વખત કહ્યું અને નવાઝ શરીફે કોઈ જવાબ ન આપ્યો.'

ઈમરાને ખાને કહ્યું હતું કે, 'મોદી એમ કેમ નથી કહેતા કે ઈમરાન સાચા છે, પરંતુ જનરલ બાજવા ખોટા? કેમકે તેમને જાણ છે કે, હું તેમનો (મોદીનો) અસલી ચહેરો દુનિયાને બતાવી રહ્યો છુ, તે કેટલા કટ્ટરવાદી છે.' ઈમરાને કહ્યું કે, ભારતીય ન્યૂઝપેપરોમાં નવાઝની પ્રશંસા થઈ રહી છે. તે કહે છે કે, શરીફ લોકશાહીમાં માનનારા છે અને તેઓ સેનાને પોતાનું કામ કરવા માટે કહી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો