એપશહેર

'પ્રોસ્થેટિક પગ'થી બે હાથીને મળ્યું નવું જીવન

I am Gujarat 1 Jul 2016, 3:51 pm
થાઈલેન્ડ અને મ્યાનમારની બોર્ડર પર 10 વર્ષ અગાઉ થયેલા અકસ્માતમાં 7 મહિનાનું હાથીનું બચ્ચું ઘાયલ થયું. મોટોલા અને મોશા નામના બે હાથના બચ્ચાંઓએ સુરંગ પર પગ મૂકી દીધો હતો જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બન્નેના એકએક પગ કાપવા પડ્યા હતા.
I am Gujarat meet mosha the elephant braveheart who just got her ninth prosthetic leg
'પ્રોસ્થેટિક પગ'થી બે હાથીને મળ્યું નવું જીવન


ઘાયલ થયેલા બન્ને હાથીની સારવાર થાઈલેન્ડમાં આવેલા ફ્રેન્ડ્સ ઓફ ધી એશિયન એલિફન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.

આ અકસ્માત થયાના બે વર્ષ બાદ મોશાને નવો પગ મળ્યો. થેર્ડચાઈ જીવાક્ટેએ સર્જરી કરીને નવું જીવન આપ્યું. અકસ્માતમાં પગ ગુમાવ્યાના બે વર્ષ પછી મોશાને નવો પગ મળ્યો અને તે ફરી પોતાનું સામાન્ય જીવન જીવવા લાગી.

ડૉક્ટક થેર્ડેચી જણાવે છે કે, ‘પગ ગુમાવાના કારણે તેનું ચાલવાનું બેલેન્સ નહોતું રહેતું જેના કારણે તેની કરોડરજ્જુને પણ નુકસાન થાય તેમ હતું અને તેનાથી તેનું મોત પણ થવાની સંભાવનાઓ હતી. પરંતુ મોશાનો પહેલો પ્રોસ્થેટિક પગ લગાવવામાં આવ્યો હતો ત્યારે તેનું વજન માત્ર 600 kg. હતું જ્યારે આજે તેનું વજન 2000 kg. છે.’

હાલમાં જ મોશાનો નવમો પ્રોસ્થેટિક પગ લગાવવામાં આવ્યો અને તે આ પગ સાથે એકદમ સ્વસ્થ છે.

મોશાની જેમ જ મોટોલા નામના હાથણ સાથે પણ આવો જ અકસ્માત થયો હતો. જે પણ પ્રોસ્થેટિક પગની સાથે એકદમ સ્વસ્થ જીવન જીવી રહી છે.

ફ્રેન્ડ્સ ઓફ ધી એશિયન એલિફન્ટ ફાઉન્ડેશન નામની સંસ્થાએ બન્ને હાથીને પ્રોસ્થેટિક પગ ફિટ કરી આપ્યા, જેને કારણે તે ફરી પોતાની મસ્તીમાં દોડવા લાગી છે. આ સંસ્થા 1993માં સ્થપાઈ હતી, જે વિશ્વમાં હાથીની સૌપ્રથમ હોસ્પિટલ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો