એપશહેર

માતાએ દીકરા માટે એક હાથથી જ ખોદી નાખી 35 ફૂટ લાંબી સુરંગ, પહોંચી જેલમાં

જેલમાં હતો દીકરો, લોકોનું ધ્યાન ન પડે તે માટે માત્ર રાતે જ ખોદકામ કર્યું અને 3 ટન જેટલી માટી નીકળી હતી.

I am Gujarat 4 Aug 2020, 4:19 pm
કીવઃ અત્યાર સુધીમાં તમે દુનિયામાં જેલને તોડવા માટે તેમજ ત્યાં સુધી લાંબી સુરંગ પહોંચીને બહાર નીકળવાના કિસ્સાઓ તો ઘણાં જ સાંભળ્યા હશે. આ સ્ટોરી ખૂબ જ અલગ છે. યુક્રેનમાં એક માતા જેલમાં બંધ રહેલા દીકરાને બચાવવા માટે માત્ર એક જ હાથથી 35 ફૂટ લાંબી સુરંગ ખોદી કાઢી હતી. જોકે, આરોપી માતા પોતાનો ઈરાદો પાર પાડે તે પહેલા જ તે પકડાઈ ગઈ હતી. હવે આ મહિલા પણ જેલમાં પહોંચી છે.
I am Gujarat mother dug up 35 foot long tunnel with one hand for prisoner son in ukraine jail
માતાએ દીકરા માટે એક હાથથી જ ખોદી નાખી 35 ફૂટ લાંબી સુરંગ, પહોંચી જેલમાં


તૈયાર કરી સમગ્ર યોજના
દીકરાને બચાવવા માટે 51 વર્ષની મહિલાએ સમગ્ર રણનીતિ તૈયાર કરી એક યોજના બનાવી. જે હેઠળ તેણે સૌથી પહેલા તો એ વિસ્તારમાં ઘર લીધું જ્યાં તેનો દીકરો જેલમાં સજા કાપી રહ્યો હતો. આ પછી તેણે પાવડો અને કોદાળી લીધી અને ખોદકામ શરુ કરી દીધું હતું. લોકોનું ધ્યાન પડે તે માટે મહિલાએ માત્ર રાતે જ ખોદકામ કર્યું હતું. સ્કૂટર પર એવી રીતે તૈયાર કરાવડાવ્યું હતું. કે જેથી તેમાં જરાપણ અવાજ ન આવે.

સૂર્યાસ્ત થતાં જ શરુ કરતી ખોદકામ
અનેક દિવસોની મહેનત પછી મહિલા 10 ફૂટ સુરંગ ખોદવામાં સફળ રહી હતી. દીકરાને છોડાવવા માટે તેને આશરે 35 ફૂટ જેટલું ખોદકામ કરવાનું હતું. મહિલા મોટાભાગનો સમય પોતાના ભાડાના ઘરમાં અંદર જ રહેતી હતી. જેથી તેને આડોશપડોશના લોકો પણ ઓળખી ન શકે. સૂર્યાસ્ત થતો કે તરત જ તે સુરંગ ખોદતી હતી અને ટ્રોલીની મદદથી માટીને બહાર નીકાળતી હતી.

3 અઠવાડિયામાં ખોદી નાખી સુરંગ
મહિલાએ આશરે 3 અઠવાડિયા સુધી ખોદકામ કરીને 3 ટન માટી નીકાળી. જોકે, છેવટે તેનું આ કારસ્તાન પોલીસની નજરે ચડી ગયું હતું અને તેની ધરપકડ થઈ હતી. મહિલાના આ દુસ્સાહસની એકબાજુ ટીકા થઈ રહી છે તો કેટલાક લોકો તેના આ કામ માટે તેની પ્રશંસા પણ કરી રહ્યાં છે. એક સ્થાનીક વ્યક્તિએ કહ્યું કે મહિલાએ પોતાના દીકરાને બચાવવા માટેની પૂરી તૈયારી કરી હતી. તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તે એક વાસ્તવિક માતા છે. જોકે, અંતે તો મહિલાને જેલની હવા ખાવી પડી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો