એપશહેર

પ્રેમી સાથેના સંબંધમાં ત્રણ વર્ષની દીકરી નડતી હતી, માતાએ હત્યા કરી CCTVથી ખુલાસો

માતાનો પ્રેમ તો અપાર હોય છે પરંતુ આ માતાએ ક્રૂરતાની હદ વટાવી અને હવસ સંતોષવા ખાતર પોતાની માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી

I am Gujarat 9 Aug 2021, 3:56 pm

હાઈલાઈટ્સ:

  • પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધવામાં 3 વર્ષની દીકરી નડતી હતી માતાએ ન કરવાનું કરી નાખ્યું.

  • ત્રણ વર્ષની માસૂમ દીકરીને માતાએ પ્રેમી સાથે મળીને ઢોર માર મારી પોતાની જ દીકરીની ક્રૂર હત્યા કરી.

  • પોલીસથી બચવા માટે માતાએ ફૂલપ્રુફ પ્લાન કરી લીધો હતો જોકે સીસીટીવી ફૂટેજના કારણે ભાંડો ફૂટ્યો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat mother killed 3 year old daughter for her love affair with another man
પ્રેમી સાથેના સંબંધમાં ત્રણ વર્ષની દીકરી નડતી હતી, માતાએ હત્યા કરી CCTVથી ખુલાસો
બ્રિટનઃ દુનિયાના કોઈ પણ ખૂણે પછી તે માનણ હોય કે પ્રાણી માનો પ્રેમ અફાટ હોય છે. જોકે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવતા માતાનો આ પ્રેમ જો ક્રૂર બને છે તો સૌથી ઘૃણાસ્પદ કાર્ય પણ કરે છે. આવી જ એક ઘટના બ્રિટનમાં સામે આવી છે. અહીં કોર્ટે એક માતાને પોતાની જ પુત્રીની હત્યાની દોષી ગણાવી હતી. 23 વર્ષીય માતા નિકોલાએ એક વર્ષ પહેલા 9 ઓગસ્ટે પોતાના પ્રેમી સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી. પરંતુ ચોંકાવનારી બાબત હત્યાનું કારણ છે. એક વર્ષ બાદ આખા કેસમાં ખુલાસો જ્યારે થયો ત્યારે જજ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
મહિલાએ મજા કરશું કહીને બોલાવ્યો અને નકલી પોલીસે સાથે મળી સાડા ત્રણ લાખ પડાવ્યા
મળતી માહિતી પ્રમાણે 9 ઓગસ્ટ 2020માં કાયલી જાયદે પ્રીસ્ટ નામની 3 વર્ષની બાળખી ઘરમાં મૃત મળી હતી. બાળકીની છાતી અને પેટ ઉપર ઈજાના નિશાન મળી આવ્યા હતા. ખુદ બાળકીની માતાએ 999 ઉપર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. જ્યારે અધિકારીઓએ ઘટનાની તપાસ કરીતો ચોંકી ગઈ હતી. મહિલાએ પોતાની પુત્રીની હત્યા એટલા માટે કરી હતી કારણ કે પોતાના પ્રેમી સાથે સંબંધ બનાવવા માંગતી હતી. પરંતુ પુત્રી અડચણ રૂપ હતી.
સાપ્તાહિક રાશિફળ 9થી 15 ઓગસ્ટઃ સૂર્ય-બુધ અને શુક્રનું પરિવર્તન જીવનમાં લાવશે મોટા ફેરફાર
માતાએ પોલીસથી બચવા માટે આખું પ્લાનિંગ કરી લીધું હતું. પરંતુ બિલ્ડિંગના CCTV ફૂટેજે આખી ઘટનાની પોલ ખુલી હતી. પોલીસે આ મામલે તપાસમાં બિલ્ડિંગના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, હત્યાના થોડા પહેલા માતા પોતાની પુત્રીને લઈને ક્યાંક જઈ રહી હતી. જ્યારે પોલીસે માતાને કડકાઈથી પૂછ્યું તો સમગ્ર મામલા ઉપરથી પડદો ઉઠ્યો હતો.
અમરેલીના સાવરકુંડલા પાસે બેકાબૂ ટ્રક ઝૂંપડાઓ પર ફરી વળ્યો, 8ના મોત 4 ગંભીર
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે માતા અને તેના પ્રેમીએ પહેલા તો બાળકીને ખુબ જ માર માર્યો હતો. ત્યારબાદ બાળકીએ દમ તોડ્યો હતો. કોર્ટમાં જસ્ટીસ ફોક્સટન ક્યૂસીએ કહ્યું કે 8 ઓગસ્ટ સાંજે તમે રેડફર્ન પ્રીસ્ટના ફ્લેટમાં ગયા. બંનેને સંબંધ બનાવ્યો અને ત્યારબાદ શું થયું તેના કોઈ પુરાવા મળતા નથી. જોકે કોર્ટમાં એ સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવી હતી. જેમાં 9 ઓગસ્ટે આરોપી માતા લિફ્ટમાં દેખાઈ રહી છે. કોર્ટમાં માતા અને તેના પ્રેમી બાળકીના મોત માટે એક-બીજાને જવાબદાર ગણાવતા હતા. કોર્ટે માતાને 15 વર્ષ અને તેના પ્રેમીને 14 વર્ષની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ બનતા રહે છે. લગ્નેત્તર સંબંધો સામાન્ય બની ગયા છે. પરંતુ આવા સંબંધોનો કરુણ અંત આવે છે. પ્રેમી અને પ્રેમિકા પોતાના પ્રેમમાં આડે આવતા પતિ કે પત્ની અથવા બાળકોની હત્યા કરવા માટે જરા પણ ચૂકતા નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો