એપશહેર

બાળકોની ગિફ્ટ માટે મમ્મીએ એમેઝોન પર ઓર્ડર કર્યો, પાર્સલ પર દોરેલું આવ્યું 'પેનિસ'

Mitesh Purohit | I am Gujarat 25 Nov 2017, 2:29 pm
I am Gujarat mum ordered from amazon to gift children for christmas but parcel came with phallus drawing
બાળકોની ગિફ્ટ માટે મમ્મીએ એમેઝોન પર ઓર્ડર કર્યો, પાર્સલ પર દોરેલું આવ્યું 'પેનિસ'


એમેઝોન પર લેમ્પ ઓર્ડર કર્યા પાર્સલ આવ્યું તો બોક્સ પર દોર્યું હતું આવું

લંડનઃ બ્રિટનની નિવાસી પામ કેસ્ટરે ક્રિસમસ આવતી હોય પોતાના બાળકોને ગિફ્ટ આપવા માટે ઓનલાઇન કન્ઝ્યુમર વેબસાઇટ એમેઝોન પર ઓર્ડર કર્યો હતો. જોકે ઓર્ડર આવ્યા બાદ પોતાના બાળકોને સરપ્રાઇઝ દેવાની તેની ઇચ્છા ગુસ્સામાં બદલાઈ ગઈ હતી. તેનું કારણ હતું પાર્સલમા આવેલ પ્રોડક્ટના બોક્સ પર લાલ રંગની શાહીથી દોરવામાં આવેલ પેનિસનો શેપ.

ઈ-મેઇલથી કરી ફરીયાદ પરંતુ ન આવ્યો કોઈ નિવેડો

જોકે આ અંગે કંપનીના કસ્ટમર સેલને ફરિયાદ કરતા ઓટો જનરેટેડ મેસેજ થેક્યુ ફોર યોર ફીડબેક, યોર કોમેન્ટ હેવ બીન પાસ્ડ ઓન… એટલો જ રિપ્લાય આવ્યો હતો. જે બાદ કામે આ સમગ્ર મામલો કંપનીના ફેસબૂક પેજ પર પોસ્ટ કર્યો હતો.

સમગ્ર મામલો મુક્યો સોશિયલ મીડિયામાં

પામે પોતાની પોસ્ટ સાથે પેલા પાર્સલના ફોટા મુકતા લખ્યું કે, ‘ગુડ મોર્નિંગ એમેઝોન, સોશિયલ મીડિયા પર આ ફોટોઝ મોકલવા બદલ માફી માગુ છું પરંતુ ગઈકાલે આ મામલે મે કસ્ટમર કેરમાં મેઇલ મોકલ્યા હતા પરંતુ ‘થેક્યુ ફોર યોર ફીડબેક, યોર કોમેન્ટ હેવ બીન પાસ્ડ ઓન…’ માત્ર આવા મેસેજ સાથે રિપ્લાય આવ્યો હતો. જેના કારણે મારે આ સમગ્ર મામલો અહીં ઉઠાવવો પડે છે.’

પોતાના બાળકો પર પડતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી

તેણે વધુમાં કંપનીને કહ્યું કે, ‘મે આ અંગે કરેલા ઇમેલ ખૂબ જ સભ્ય અને વ્યવસ્થિત હતા. પરંતુ હવે મને ખબર નથી પડતી કે આ ફરીયાદ મારે ક્યાં અને કેવી રીતે કરવી જોઈએ. કેમ કે જ્યારે અને બોક્સ ખોલ્યું તો સરપ્રાઇઝ થઈ ગયા હતા. મારા બાળકો માટે તો આ એક મજાક જેવું હતું પરંતુ મને જ ખબર છે કે તેની તેમના મગજ પર શું અસર પડી શકે તેમ છે.’

હવે શું કરવું તે જણાવવા કહ્યું

મે ક્રિસ્ટમસ નિમિત્તે મારા બાળકોને પ્રેઝન્ટ દેવા માટે લેમ્પ ખરીદ્યા હતા જોકે હવે અમે એક જ બોક્સ ખોલ્યું છે અને બીજુ બોક્સ ખોલ્યું પણ નથી. મને જણાવો કે મારે શું કરવું જોઈએ. જો સારી રીતે પેનિસ દોરવામાં આવ્યું હોય તો હું તેની સપોર્ટિવ છું પરંતુ અહીં બોક્સ પર જે રીતે દોરવામાં આવ્યું હતું તે ખરેખર અનોયિંગ હતું.

એમેઝોને કહ્યું જેણે પણ આ કર્યું છે તેની વિરુદ્ધ કાર્યવાહી જરુર કરાશે

આ અંગે એમેઝોને પોસ્ટ પર રિપ્લાય કરતા પામને પૂર્ણ મદદની ખાતરી આપતા માફી માગી હતી. તેમજ સમગ્ર મામલે તપાસની પણ ખાતરી આપી હતી. જોકે આ અંગે એમેઝોને સત્તાવાર કંઈ જ કહ્યું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો