એપશહેર

દિકરાના હત્યારાને ગળે લગાવ્યો, દુનિયાભરમાં થઈ રહી છે આ શખ્સની પ્રશંસા

Yogesh Gajjar | I am Gujarat 11 Nov 2017, 4:24 pm
I am Gujarat muslim father forgive the murder of his son
દિકરાના હત્યારાને ગળે લગાવ્યો, દુનિયાભરમાં થઈ રહી છે આ શખ્સની પ્રશંસા


દિકરાના હત્યારા પર પિતાને આવી દયા

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પિતાએ પોતાના જ પુત્રના હત્યારાને ગળે લગાવીને તેને માફ કરી દીધો હોય. સીધી વાત છે કે આવું વિચાર દરેકને ન આવે. પણ એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરનારને કોર્ટે આપેલી સજા સાંભળીને ગળે લગાવીને માફ કરી દીધો. જાણકારી મુજબ મંગળવારે 24 વર્ષના ટ્રે રેલફોર્ડને કોર્ટે પિજ્જા ડિલીવરી બોય સલાહુદ્દીન જિતમૌદની હત્યાના મામલામાં 31 વર્ષની સજા સંભળાવી. પરંતુ કોર્ટ દ્વારા સુનાવણી દરમિયાન જ સલાહુદ્દીનના પિતા ડો. અબ્દુલ મુનીમ સોમ્બટે જિતમૌદના દોષીને માફ કરતા ગળે લગાવી લીધો.

પિજ્જા બોયની કરી હતી હત્યા

ડેઈલી મેલની ખબર અનુસાર 22 વર્ષના સલાહુદ્દીનને 15 એપ્રિલે 2015ના દિવસે યુનાઈટેડ સ્ટેટસના લેક્સિગ્ટંનમાં તે સમયે લૂંટ બાદ મોતને ઘાટ ઉતારી દિધો હતો, જે સમયે તે પિજ્જા ડિલીવરીનું કામ કરી રહ્યો હતો. બે વર્ષ જૂની આ ઘટનાની સુનાવણી દરમિયાન મંગળવારે સલાહુદ્દીનના પિતા ડો. જિતમૌદે પોતાના દિકરાને યાદ કરતા તેના હત્યારાને માફ કરી દીધો. તેમણે કહ્યુ, કોઈને ક્ષમા આપવી ઈસ્લામમાં સૌથી મોટું છે.

પિતાએ હત્યારાને માફ કર્યો

ડો. જિતમૌદે કહ્યું કે તેમનો દિકરો કોમળ અને ઉદાર દિલનો હતો, તેને પ્રોડક્શનનો અને લખવાનો શોખ હતો. તેમણે પોતાના દિકરાને યાદ કરતા કહ્યું કે મર્ડરની રાતે તેને માત્ર એક પીજ્જા ડિલીવરી કરવાની હતી, જે બાદ તે ઘરે પાછો આવવાનો હતો. આ ઉપરાંત પોતાના દિકરાની હત્યા પર કોર્ટમાં ડો. જિતમૌદે ભાવુક સ્પીચ આપતા કહ્યું કે તે આ હત્યારાને આ અપરાધ માટે ગુનેગાર નથી માનતા. તેમણે કહ્યું મને તે રાક્ષસ પર ગુસ્સો આવે છે જેને તારી પાસે આ કામ કરાવ્યું.

હત્યારાની માં પણ આશ્ચર્યમાં

ડો. જિતમૌદના આ ઉદાર દિલના કામની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે અને લોકો તેમના સારા કામની પ્રશંસા કરી રહ્યા છે. ટ્રે રેલફોર્ડની માંએ પણ કોર્ટમાં જણાવ્યું કે કેવી રીતે તેમનો દિકરો ડ્રગ્સના ચક્કરમાં પડીને ખોટી રાહ પર ચાલવા લાગ્યો. આ સાથે જ તેમણે સલાહુદ્દીનના પિતાને તેમના સારા કામ માટે આભાર પણ માન્યો. તેમણે કહ્યું, હું તમારા પુત્રની મોત માટે ખુબ દુઃખી છું. હું આના માટે સંપૂર્ણ જવાબદારી લઉં છું. તમે મારા દિકરાને માફ કરી દીધો તેથી હું ખુબ જ આશ્ચર્યમાં છું.

કોર્ટ સંભળાવી 31 વર્ષની સજા

આ ઉપરાંત રેલફોર્ડે પણ પોતાના ગુનાહની માફી માંગતા કહ્યું, તે દિવસે જે કંઈ પણ થયું તેના માટે હું માફી માંગું છું. હું તમારા દુખની કલ્પના પણ નથી કરી શકતો. તમે મને માફ કરી દીધો તેના માટે હું તમારો આભાર માનું છું. જણાવી દઈએ કે સલાહુદ્દીનના મર્ડરના આરોપમાં રેલફોર્ડ સાથે બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, પરંતુ કોર્ટે માત્ર રેલફોર્ડને જ દોષી માનીને સજા સંભળાવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો