એપશહેર

કોરોના વાયરસને ખતમ કરવા અહીં ગવર્નરે ફૂડ પેકેટ સાથે વહેંચ્યો દારુ, WHOએ આપ્યો ઠપકો

શિવાની જોષી | I am Gujarat 18 Apr 2020, 4:29 pm
નૈરોબી: દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસનો ઈલાજ શોધી રહ્યા છે. કોરોનાની દવા મેળવવા મથતા વૈજ્ઞાનિકો અને તબીબો હવે 100 વર્ષ જૂની દવાઓ બીસીજી અને પ્લાઝ્મા થેરપીને પણ અપનાવી રહ્યા છે. કોરોનાને મ્હાત આપવા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો કમર કસી રહ્યા છે ત્યારે આફ્રિકાના દેશ કેન્યામાં દારુથી કોરોનાની સારવાર થઈ રહી છે. નૈરોબીના ગવર્નરે દાવો કર્યો છે કે, દારુથી કોરોના વાયરસનો ખાતમો બોલાવી શકાય છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોગર્વનર ફક્ત અહીંથી ના અટક્યા તેમણે ગરીબ લોકોને ફૂડ પેકેટની સાથે દારુની બોટલો પણ વહેંચી હતી. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દારુથી કોરોનાની સારવાર થતી હોવાનો દાવો ફગાવી દીધો છે.નૈરોબીના ગવર્નર માઈક સોંકોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહે છે કે, ‘અમે કોરોના વાયરસની મહામારી વચ્ચે શહેરના ગરીબ પરિવારોને ફૂડ પેકેટ વહેંચી રહ્યા છે. જેમાં હેનેસી (દારુનો એક પ્રકાર)ની નાની બોટલ પણ આપવામાં આવી રહી છે. મને લાગે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને બીજા સ્વાસ્થ્ય સંગઠનોના રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ અથવા કોઈપણ પ્રકારના અન્ય વાયરસને મારવામાં દારુ મહત્વનો ભાગ ભજવે છે.’Was wondering why food parcels supplied with some Hennessey bottles pic.twitter.com/ktHZ3er1EG— Letlotlo la Balete®️ (@Excommunicador) April 16, 2020જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને આ વાતની જાણકારી થઈ તો તેમણે આ દાવાને ફગાવી દીધો છે. WHOએ કહ્યું, ‘દારુનું સેવન ચેપ ફેલાવતી અને ચેપ ના ફેલાવતી બીમારીઓ તેમજ માનસિક સમસ્યાઓ સાથે જોડાયેલું છે અને આવા વ્યક્તિમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી જાય છે.’ મહત્વનું છે કે, કોરોના વાયરસના કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે દોઢ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અગાઉ ઈરાનમાં એવી અફવા ફેલાઈ હતી કે, નીટ-આલ્કોહોલનું સેવન કરવાથી કોરોના મટી જાય છે. નીટ-આલ્કોહોલ પીવાથી અહીં 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઝૂંપડામાં ભૂખ્યા બેઠેલા પરિવાર પર પડી PSIની નજર, લાવી આપ્યું કરિયાણું
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો