એપશહેર

ચીનમાં ફેલાયું પુરુષોને નપુંસક બનાવતું ઇન્ફેક્શન, જાણો લક્ષણ અને બચાવ

કોરોનાએ તો દુનિયાને તબાહ કરી જ રાખી છે ત્યાં હવે ચીનમાં બીજો એક બેક્ટેરિયલ રોગ ફેલાઈ રહ્યો છે.

I am Gujarat 21 Sep 2020, 1:32 pm
I am Gujarat new infection brucellosis is spreading to infertile people in china know symptoms and remedy
ચીનમાં ફેલાયું પુરુષોને નપુંસક બનાવતું ઇન્ફેક્શન, જાણો લક્ષણ અને બચાવ

કોરોના વાયરસના પ્રકોપથી સમગ્ર વિશ્વમાં વિનાશ વેરાયો છે. પરંતુ હવે ચીનમાં એક નવો રોગ લોકોના જીવનનો નાશ કરવાના ઇરાદા સાથે આગળ વધી રહ્યો છે. અહીં હજારો લોકો બેક્ટેરિયાથી થતા ભયંકર રોગથી ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. જે તેમની નપુંસકતાનું કારણ બની શકે છે. ગાંસુ પ્રાંતના મુખ્ય શહેર લાન્ઝાઉના આરોગ્ય વિભાગ અનુસાર 3,245 લોકોને બ્રુસેલોસિસ નામના ગંભીર રોગનો ચેપ લાગ્યો છે, જે બેક્ટેરિયલ ચેપ છે.

નિષ્ણાતો કહે છે કે બેક્ટેરિયાને લીધે થતો આ ચેપ પ્રાણીઓના સંપર્કથી આવે છે. જો કે, બેક્ટેરિયાના ચેપ વિશેના મીડિયા અહેવાલો કંઈક બીજું કહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે ગયા વર્ષે બાયોફર્માસ્ટીકલ કંપનીના લીકના કારણે રોગચાળો ફેલાયો હતો.

બ્રુસેલોસિસ નામના આ રોગને માલ્ટા તાવ અથવા ભૂમધ્ય તાવ પણ કહેવામાં આવે છે જે બ્રુસેના જાતિના બેક્ટેરિયાના જૂથને કારણે થાય છે. ભૂંડ, બકરી, કૂતરા અથવા ઘેટા જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવતા લોકો ઘણીવાર આ રોગનો શિકાર બને છે.

એક વ્યક્તિથી બીજામાં આ રોગ ફેલાવાનું જોખમ ખૂબ ઓછું છે. નિષ્ણાતો કહે છે કે ઉકળ્યા વગર દૂધ પીવું અથવા દૂધ અને ચીઝ જેવા ખોરાક જો ચેપગ્રસ્ત હોય અને તેને ખાવાથી માણસને ચેપ લાગી શકે છે. આ સિવાય તમે સંક્રમણના એરબોર્ન એજન્ટ્સના સંપર્કમાં આવવાથી પણ ચેપને લીધે આ ગંભીર રોગનો શિકાર બની શકો છો.

કોરોનાની જેમ, આ રોગના લક્ષણો પણ ખૂબ અંતમાં દેખાય છે. તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ છે. તાવ, નબળાઇ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને થાક એ તેના મુખ્ય લક્ષણો છે. જો કે, કેટલાક પુરુષોમાં આ રોગ વંધ્યત્વ, એન્સેફાલીટીસ અને મેનિન્જાઇટિસનું કારણ પણ બની શકે છે.

આ રોગ ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા ફેલાય છે. તેથી પ્રાણીઓની નજીક જતા સમયે સંપૂર્ણ કાળજી લો. ઉપરાંત, પ્રાણીઓના દૂધને ઉકાળ્યા વિના પીવું નહીં. દૂધથી બનેલી વસ્તુઓ ખાવામાં ધ્યાન રાખવું. આ એક હવાથી ફેલાતો રોગ છે. જે શ્વાસ લેતા સમયે પણ સમસ્યાઓ પેદા કરી શકે છે. તેથી ચેપનું જોખમ ઘટાડવા માટે મોં પર માસ્ક પહેરો.

બ્રુસેલોસિસ નામનો બેક્ટેરિયલ ચેપ શ્વાસ દ્વારા ફેલાય છે. આ ચેપ માટે જવાબદાર ઝોંગ્મૂ લાન્ઝોઉ નામની ફાર્માસ્યુટિકલ કંપની છે. જેની ભૂલના કારણે ગયા વર્ષે જ આ ઇન્ફેક્શન લિક થયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે ગત વર્ષે જુલાઈ- ઓગસ્ટ દરમિયાન પ્રાણીઓને ચેપથી બચાવવા માટે જૂના આઉટ ડેટેડ જીવાણુનાશકો અને સેનિટાઇઝર્સનો ઉપયોગ બ્રુસેલા રસી બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

રસીના ઉત્પાદન વચ્ચે ફેક્ટરીમાંથી કચરારુપી ગેસ નીકળ્યો, જેમાં બેક્ટેરિયા હતા. ગેસ લીક થતાં જ નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને ચેપ લાગવાનું શરૂ થયું. જો કે, હજી સુધી ચેપ મૃત્યુનો એક પણ કેસ નોંધાયેલો નથી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પોઝિટિવ લોકોની સંખ્યા ધારણા કરતા વધારે હોઈ શકે છે. ચેપના ફેલાવા અને તેના પરિણામો વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો