એપશહેર

શું દરવાજાના હેન્ડલ કે લિફ્ટના બટનને સ્પર્શ કરવાથી કોરોના ફેલાઈ શકે? રિસર્ચમાં મોટો ખુલાસો

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની રિસર્ચ મુજબ સપારી પર પડેલા વાયરસથી કોરોનાનું સંક્રમણ ફેલાતું નથી.

I am Gujarat 5 Oct 2020, 10:41 am
કેલિફોર્નિયાઃ કોરોના વાયરસ સાથે જોડાયેલી એક સારી ખબર દુનિયા માટે આવી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલી એક રિસર્ચમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસની મહામારી સપાટી કે દરવાજા દ્વારા નથી ફેલાતી. આ રિસર્ચમાં સામેલ પ્રોફેસર મોનિકા ગાંધીએ કહ્યું કે, સપાટી દ્વારા કોરોના વાયરસ ફેલાવવાનો મુદ્દો વાસ્તવમાં ખતમ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, સપાટી પર પડેલા કોઈપણ વાયરસમાં એટલો દમ નથી હોતો કે તે વ્યક્તિને બીમાર બનાવી દે.
I am Gujarat lift 1


આ રિસર્ચથી જાણવા મળ્યું કે, કોરોનાના પ્રસારને રોકવા માટે હાથ ધોવા અને પોતાના ચહેરાનો સ્પર્શ ન કરવો વગેરે જેવા પગલાઓથી વધારે ઉપયોગી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું છે. મોનિકાએ કહ્યું કે, તેનો મતલબ એ પણ છે કે સમગ્ર દુનિયામાં સતત સપાટી પર કરવામાં આવી રહેલા એન્ટી બેક્ટેરિયા સ્પ્રેનો છંટકાવ જરૂર વિનાનો હોઈ શકે છે. જણાવી દઈએ કે કોરોનાની મહામારી દરમિયાન સમગ્ર વિશ્વમાં આ પ્રકારના સ્પ્રેનો રસ્તા, હોસ્પિટલ તથા ઘરો અને ઓફિસોમાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

'વાયરસના પ્રસારના મુખ્ય કારણો સપાટી અને આંખનો સ્પર્શ નહીં'
પ્રોફેસર ગાંધીએ યુએસની સાયન્સ વેબસાઈટ નઉટિલુસ સાથે વાતચીતમાં કહ્યું, આ સપાટી દ્વારા નથી ફેલાતો. આ મહામારીની શરૂઆતમાં સંક્રામક પદાર્થોને લઈને લોકોમાં ખૂબ ભય હતો. હવે અમે જાણીએ છીએ કે કોરોના વાયરસના પ્રસારનું મુખ્ય કારણ સપાટી અને પોતાની આંખનો સ્પર્શ કરવાનું નથી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ એવા કોઈ વ્યક્તિના નજીક હોવાથી ફેલાય છે જે કોરોના વાયરસથી પીડિત છે અને તેને શરદી થઈ હોય અથવા ઉલ્ટી થઈ રહી હોય.

ત્યારે બીજી તરફ પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ લાન્સેટની રિપોર્ટમાં કહેવાયું છે કે, કોરોના વાયરસ જો સપારીટ પર ફેલાયેલો હોય તો તેનાથી સંક્રમણ થવાનો 'ખતરો ખૂબ જ ઓછો' છે. જણાવી દઈએ કે દુનિયાભરમાં તમામ પ્રયાસો બાદ પણ કોરોનાની મહામારી વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. અત્યાર સુધીમાં દસ લાખથી વધારે લોકોના આ મહામારીના કારણે મોત થઈ ગયા છે. ચીનથી ફેલાયેલી આ મહામારીએ અમેરિકા, ભારત, બ્રાઝિલ અને રશિયામાં મોટા ગઢ બનાવી દીધા છે.

Read Next Story