એપશહેર

USનું સૌથી પ્રખ્યાત શહેર ન્યૂયોર્ક ઉંદરોથી ત્રાહિમામ, છૂટકારો અપાવનારને કરોડો રૂપિયા આપશે સરકાર

અમેરિકાનું સૌથી પ્રખ્યાત શહેર ન્યૂયોર્ક ઉંદરોના ત્રાસથી પરેશાન છે. ન્યૂયોર્કના મેયરે એક સ્પેશિયલ પોસ્ટ બહાર પાડી છે જે ઉંદરોનો નાશ કરવા માટેની છે. જાહેરાત પ્રમાણે, ઉમેદવારમાં 'ખાઉધરા, ચાલાક' ઉંદરોની આર્મીને હરાવવા માટેની શક્તિ અને આવડત હોવી જરૂરી છે. આ કામ માટે 120,000થી 170,000 લાખ ડોલર (આશરે 97.70 લાખથી 1.38 કરોડ રૂપિયા) આપવામાં આવશે.

Edited byશિવાની જોષી | TNN 3 Dec 2022, 12:25 pm

હાઈલાઈટ્સ:

  • ઉંદરોની વધતી વસ્તીથી ન્યૂયોર્ક શહેર પરેશાન.
  • વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છતાં ઉંદરોથી છૂટકારો નથી મળતો.
  • હાવર્ડમાંથી અભ્યાસ કરનારાને પણ આ પોસ્ટ માટે ઓફર આપવામાં આવી હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ny rats
બાળપણમાં સૌએ વાંસળીવાળા અને ઉંદરની વાર્તા સાંભળી હશે. એક ગામમાંથી ઉંદરો ભગાડવા માટે વાંસળીવાળાની મદદ લેવામાં આવી હતી. આવી જ કંઈક સ્થિતિ અમેરિકાના સુપ્રસિદ્ધ શહેર ન્યૂયોર્કમાં આવી પડી છે. આમ તો, ન્યૂયોર્ક શહેરમાં બ્રાઉન ઉંદરો ક્રાંતિકારી યુદ્ધ કે તેની આસપાસના સમયથી રહે છે. છેલ્લી ઓછામાં ઓછી એક સદીથી અધિકારીઓએ તેમને કાઢવાનો પ્રયાસ કર્યો છે પરંતુ નિષ્ફળ રહ્યા છે. સદીઓ પહેલા ન્યૂયોર્કથી ઉપડતી અને પાછી આવતી શિપમાં ઉંદરોને મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ફરી એકવાર ન્યૂયોર્ક શહેરે સદીઓ બાદ કર્યો છે. ઉંદરોથી છૂટકારો મેળવવા માટે તેમણે 'ડાયરેક્ટર ઓફ રોડન્ટ મિટિગેશન' નામની પોસ્ટની જાહેરાત કરી છે.
બધિરતા સાથે થયો હતો જન્મ, આજે ‘સંગીત વિષારદ’ છે રચના શાહ, લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં છે નામ

ઉંદર પકડવાના કેટલા રૂપિયા મળશે?

ન્યૂયોર્કની વેબસાઈટ Gothamistના અહેવાલ પ્રમાણે, આ ઉદ્ધતાઈભરી પોસ્ટ માટે એવા વ્યક્તિની જરૂર છે જેની પાસે બેચલર ડિગ્રી, 5થી8 વર્ષનો યોગ્ય અનુભવ હોય અને સૌથી મહત્વનું, "ન્યૂયોર્ક શહેરના દુશ્મન ઉંદરોની વધતી વસ્તીથી છૂટકારો મેળવવાની ચાહના, મક્કમતા અને ખૂની વૃત્તિ હોવી જોઈએ." જાહેરાત પ્રમાણે, ઉમેદવારમાં 'ખાઉધરા, ચાલાક' ઉંદરોની આર્મીને હરાવવા માટેની શક્તિ અને આવડત હોવી જરૂરી છે. આ કામ માટે 120,000થી 170,000 લાખ ડોલર (આશરે 97.70 લાખથી 1.38 કરોડ રૂપિયા) આપવામાં આવશે.

જર્મન એન્જિનિયરે 170 વર્ષ પહેલા ભારતમાં શોધી હતી ખાખી ડાઈ, રસપ્રદ છે તેનો ઈતિહાસ

મેયરે લીધા પગલા

મેયર એરિક આદમ્સ પર ઘણી જવાબદારીઓ છે. રેકોર્ડ સ્તરે બેઘર લોકો, અણી પર હાલક-ડોલક થતું બજેટ, માથાભારે ગુનાનો દર. પરંતુ તેમના જાહેરજીવની કારકીર્દિ કરતાં ઉંદરોને કાબૂ કરવાનો દર વધુ સુસંગત છે. બ્રુકલીન બરાહના પ્રેસિડેન્ટ તરીકેના તેમના કાર્યકાળમાં કદાચ તેમણે કરેલું સૌથી પ્રસિદ્ધ કાર્ય હતું ઉંદરોની જાળનું પ્રદર્શન.

પોસ્ટની ઓફર થતાં લાગી હતી મજાક

જ્યારે NYT દ્વારા હાવર્ડ યુનિવર્સિટીની ઓર્ગેનિઝમિક અને ઈવોલ્યુશનરી બાયોલોજીમાંથી ઉંદરની વર્તણૂકનો અભ્યાસ કરનારા Juan Sanguinetti-Scheckને આ પોસ્ટની ઓફર કરવામાં આવી ત્યારે તેણે સવાલ કર્યો હતો કે, 'શું આ મજાક છે?' ત્યારે ઈ-મેઈલ થકી જવાબ આપવામાં આવ્યો હતો કે, 'ના, આ સાચું છે.'

સેન્સર પણ લગાવવામાં આવ્યા છે

ન્યૂયોર્કના હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે રોડન્ટ (ઉંદર) બાયોલોજીસ્ટ રોબર્ટ કોરિગન છે જેમણે ઉંદરના વર્તનને ઓળખવા માટે શહેરના રસ્તાઓ પર સેન્સર લગાવી દેવડાવ્યા છે. આખા શહેરમાં ઉંદરો માટેની ટાસ્ક ફોર્સ છે. પરંતુ અત્યારના પ્રયત્નો પૂરતા નથી, તેમ શહેરના ડેપ્યુટી મેયર (ઓપરેશન્સ) મીરા જોષીએ જણાવ્યું. તેઓ આખી ટીમને કો-ઓર્ડિનેટ કરી રહ્યા છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story