એપશહેર

ડૉક્ટરે નવજાત બાળકીને રડાવવાનો પ્રયાસ કર્યો તો ગુસ્સે થઈ ને ડોળા કાઢ્યા!, જુઓ તસવીરો

શિવાની જોષી | I am Gujarat 23 Feb 2020, 1:43 pm
સોશિયલ મીડિયા પર એક નવજાત બાળકીની તસવીર વાયરલ થઈ રહી છે. તેના એક્સપ્રેશને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ કિસ્સો બ્રાઝીલના રિયો ડી જાનેરોને છે. અહીં 13 ફેબ્રુઆરીએ એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો. ડૉક્ટરોએ ગર્ભનાળ કાપતાં પહેલા બાળકીને રડાવવાનો પ્રયાસ કર્યો હતો તેની પ્રતિક્રિયા જોઈને ડૉક્ટરો પણ દંગ રહી ગયા! આ ક્ષણને કેમેરામાં કેદ કરી લેવામાં આવી. આ તસવીર હવે લોકોના ચહેરા પર સ્માઈલ લાવી રહી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
રિપોર્ટ પ્રમાણે, બાળકી જન્મ્યા બાદ રડતી નહોતી. ત્યારે ડૉક્ટરોએ ગર્ભનાળ કાપતાં પહેલા તેને રડાવવાનો પ્રયાસ કર્યો. જેથી તે સ્વસ્થ છે તે બાબત સુનિશ્ચિત કરી શકે. પરંતુ આ દરમિયાન બાળકીનો મિજાજ જોઈને હોસ્પિટલમાં સૌ કોઈ હસી પડ્યું. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, બાળકીની મમ્મી Daiane de Jesus Barbosaએ એક સ્થાનિક ફોટોગ્રાફર Radrigo Kunstmannને બોલાવ્યો હતો. જેથી તે નવજાત બાળકની યાદગાર તસવીર ક્લિક કરી શકે. ફોટોગ્રાફરે આમ જ કર્યું.
ફોટોગ્રાફરે બાળકીના જન્મ પછીની ક્ષણને કેમેરામાં કંડારી અને તેના પરિવારની તસવીરો ફેસબુક પર શેર કરી. ફોટોગ્રાફરે મીડિયાને જણાવ્યું કે, બાળકી જન્મ બાદ રડી નહોતી. એવામાં ડૉક્ટરો તેને રડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે તેણે ડોળા કાઢ્યા પરંતુ રડી નહીં. ડૉક્ટરોએ તેને કહ્યું, ‘ઈશા રડ’ ત્યારે તેણે પોતાનો ચહેરો ગંભીર બનાવી લીધો. જો કે, ડૉક્ટરે ગર્ભનાળ કાપતાં જ તે રડવા લાગી.
બાળકીની માતાએ કહ્યું કે, હવે તે મીમનું માધ્યમ બની ગઈ છે. જ્યારે પણ તેના ડાયપર બદલીએ છીએ ત્યારે તેના ભવાં ચડી જાય છે. બાળકીનું નામ ઈસાબેલ રાખવામાં આવ્યું છે.જરા વિચારો, આજની તમારી માતૃભાષા તમારી ત્રીજી પેઢી બોલતી હશે કે નહીં?
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો