એપશહેર

ઈસરોના પગલે હવે NASA પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલશે ખાસ રોબોટ

Mitesh Purohit | I am Gujarat 28 Oct 2019, 9:56 am
વોશિંગ્ટનઃ અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ હવે ઈસરોના પગલે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ખાસ મિશન મોકલશે. નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી અને બરફની શોધ કરવા માટે એક મોબાઈલ રોબોટ મોકલવાનો પ્લાન તૈયાર કરી રહ્યું છે. અહેવાલો અનુસાર જો આ મિશનમાં નાસા સફળ થશે તો પહેલીવાર ચંદ્રની આ સપાટી પર કોઈ રોબોટ ઉતરશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, વોલેટાઈલ ઇન્વેસ્ટિગેટિંગ પોલાર એક્સપ્લોરેશન રોવર(VIPER) નામનો રોબોટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવશે. આ રોબોટ લગભગ 100 દિવસ સુધી ચંદ્રની સપાટી પર ફરીને માહિતી ભેગી કરશે. જે બાદ તે આ માહિતી પૃથ્વી પર વૈજ્ઞાનિકોને મોકલી આપશે.નાસા દ્વારા જણાવ્યું કે આ રોબોટ ચંદ્રની સપાટી પર અનેક માઈલનો પ્રવાસ કરીને પ્રકાશ, તાપમાન, માટી વગેરે નમૂના ભેગા કરશે અને તેનું પૃથ્થકરણ કરી માહીતી મેળવશે.આ રોબોટ ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ ત્યાં 1 મીટર સુધી ડ્રિલ કરશે અને ચંદ્રમાંની આ સપાટી નીચે રહેલા ધાતુઓ અંગે પણ તપાસ કરશે. નોંધનીય છે કે અમેરિકા 2024માં ચંદ્રની સપાટી પર સમાનવ યાન મોકલવા માટે પણ તૈયારી કરી રહ્યું છે. જેમાં તે પહેલી મહિલા યાત્રીને ચંદ્રની સપાટી પર મોકલશે. આ મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર વધુ સમય રહેવા માટેના પ્રયોગ કરવામાં આવશે.Video: સુજીત બોરવેલમાં ફસાયાને 52 કલાક થયા, હજુ પણ રેસ્ક્યુ મિશન શરું

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો