એપશહેર

USમાં બાઇડનની જીતથી ખુશ છે પાકિસ્તાન! PM ઈમરાન સહિતના નેતાઓએ શું કહ્યું?

જીત પછી અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ બનનારા જો બાઇડને કહ્યું હતું કે હું તોડવા નહીં, જોડવા માટે કામ કરીશ. બીજી તરફ બાઇડનની જીત પછી પાકિસ્તાનમાં પણ નોંધપાત્ર અસર જોવા મળી રહી છે.

I am Gujarat 8 Nov 2020, 2:37 pm
ઇસ્લામાબાદ: યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક નેતા જો બાઇડનની અદભૂત જીત બાદ પાકિસ્તાન ઉત્સાહિત લાગે છે. તેનું કારણ એ પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે જાહેર મંચો દ્વારા પાકિસ્તાન પર વારંવાર પ્રહાર કર્યા છે, પાડોશી દેશમાં ખાર વધ્યો છે. તેમના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન, યુ.એસ. અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ખૂબ અસર થઈ છે. આવી સ્થિતિમાં બાઇડનની જીત બાદ પાકિસ્તાનને અમેરિકા સાથે સારા સંબંધોની અપેક્ષા છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ બાઇડનને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ગેરકાયદેસર કરચોરી સહિતના અનેક મુદ્દાઓ પર અમેરિકા સાથે કામ કરવાની પણ આશા વ્યક્ત કરી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફે પણ બાઇડનને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
I am Gujarat 14


ઇમરાન ખાને અભિનંદન વ્યક્ત કર્યા અને સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી
બાઇડન યુએસના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કર્યું હતું. તેમણે જો બાઇડન અને કમલા હેરિસને વિજય માટે અભિનંદન આપ્યા. સાથે જ ગ્લોબલ સમિટ ઓન ડેમોક્રેસી અને કરચોરીને સમાપ્ત કરવા અને ભ્રષ્ટ રીતે દેશની સંપત્તિના વ્યવહારમાં સામેલ લોકોને રોકવા પણ સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી છે. ઈમરાને પોતાના ટ્વિટમાં કહ્યું છે કે અમે અફઘાનિસ્તાન સહિત અન્ય વિસ્તારોમાં શાંતિ માટે યુ.એસ. સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું - અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો માટે તત્પર
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ ટ્વિટ કરીને ઐતિહાસિક જીત પર જો બાઇડનને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે અમે તમારા નેતૃત્વ હેઠળ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધોની આશા રાખીએ છીએ.
મરિયમ નવાઝે પણ બાઇડન અને હેરિસને જીત માટે અભિનંદન આપ્યા
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા મરિયમ નવાઝે પણ જો બાઇડન અને કમલા હેરિસને ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરવાની શરૂઆત થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો