એપશહેર

એક વર્ષ સુધી ભારે મથામણ બાદ ફોટોગ્રાફરને મળી ખિસકોલીની આવી તસવીરો

નવરંગ સેન | I am Gujarat 14 Oct 2019, 9:47 pm
પ્રાણીઓ અને પક્ષીઓને તસવીરોમાં કેદ કરવી એક મોટો ટાસ્ક છે. જેમાં પોતાને ગમતા શોટ્સ ક્યારેય સરળતાથી મળતા નથી. જોકે, 50 વર્ષના ફોટોગ્રાફર ટેરી ડોનલીએ પોતાની પસંદગીની તસવીરો ક્લિક કરવા માટે એક વર્ષ જેટલો સમય લીધો હતો.
યુકેમાં રહેતા ડોનલીએ ખિસકોલીની ચાર તસવીરો ક્લિક કરી છે અને આ ચાર તસવીર ક્લિક કરવા માટે તેમને એક વર્ષનો સમય લાગ્યો છે.
ઘરની પાછળ બનાવ્યો હતો એક બગીચો તેમણે આ ચારેય તસવીરો પોતાની ઘરની પાછળ બનાવેલા બગીચામાં ક્લિક કરી છે. તેમણે જણાવ્યું છે કે આ મારા માટે મેન વર્સિસ સ્ક્વિરલ જેવું રહ્યું છે. તેમણે વર્ષની શરૂઆતમાં જ પોતાની જાતને પડકાર આપ્યો હતો.
એક ડાળી પરથી બીજી ડાળી પર બેસતી ખિસકોલીના ફોટા હકિકતમાં આ તસવીરોની ખાસિયત એ છે કે તે તમામ એવી તસવીર છે જ્યારે ખિસકોલી હવામાં છે. એટલે કે તે એક ડાળી પરથી બીજી ડાળી પર જાય છે. તે દરમિયાન જ્યારે તે હવામાં હોય છે ત્યારે આ તસવીર લેવામાં આવી છે.
ટેરી રોજ સવારે ઊઠીને ખિસકોલીઓની પ્રવૃત્તિઓને કેપ્ચર કરતા હતા. જોકે, ખિસકોલીઓની સ્ફૂર્તિ સામે તેઓ નિષ્ફળ થઈ જતા હતા. પરંતુ એક દિવસ તેમને સફળતા મળી હતી.
ઘરે બનાવ્યો હતો ખાસ બગીચો ટેરીએ ખિસકોલીઓને આકર્ષિત કરવા માટે એક ખાસ બગીચો બનાવ્યો હતો. તેમણે તેના માટે ખાવાનું મૂકતા હતા જેના કારણે ખિસકોલીઓ આવવા લાગી હતી. અંતે તેમને કેટલીક રસપ્રદ તસવીરો મળવા લાગી હતી. તે કહે છે કે ખિસકોલીઓમાં બ્રૂસ લી જેવા મૂવ થાય છે. જોવામાં એવું લાગે છે કે તે હવામાં માર્શલ આર્ટ કરે છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story