એપશહેર

થાઈલેન્ડમાં શરૂ થયા 'પ્લેન કાફે', ટ્રાવેલિંગ કરતા-કરતા જમતા હોવ તેવો અનુભવ

'પ્લેન કાફે'માં જમવા આવતા લોકોને એવો અનુભવ થાય કે જાણે તેઓ કોઈ પ્લેનમાં ટ્રાવેલિંગ કરી રહ્યા છે.

I am Gujarat 14 Sep 2020, 6:26 pm
જ્યાં એકબાજુ કોરોના વાયરસના કારણે લોકો ઘરે રહેવા માટે મજબૂર છે, ટ્રાવેલની શક્યતાઓ પણ ઓછી છે ત્યારે થાઈલેન્ડમાં 'પ્લેન કાફે' શરૂ કરવામાં આવ્યા છે કે જ્યાં કૉફી પીવા આવતા ગ્રાહકોને એવો અનુભવ થશે કે જાણે તેઓ કોઈ પ્લેનમાં બેઠા છે. પતાયાના દરિયા કિનારાના વિસ્તારમાં એક જૂના પ્લેનમાં કોફીના શોખીનો આવી રહ્યા છે. તેઓ આ પ્લેનની ફર્સ્ટ ક્લાસ સીટ પર આરામદાયકરીતે બેસીને ફોટો ક્લિક કરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્લેન કાફેમાં આવતા લોકોને અસલ એ પ્રકારનો અનુભવ કરાવવામાં આવે છે કે તેઓ જાણે કોઈ પ્લેનમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે.
I am Gujarat plane cafes in thailand take flight as coronavirus eviscerates tourism industry
થાઈલેન્ડમાં શરૂ થયા 'પ્લેન કાફે', ટ્રાવેલિંગ કરતા-કરતા જમતા હોવ તેવો અનુભવ



'પ્લેન કાફે'માં ફર્સ્ટ ક્લાસમાં બેસી શકું છું

આ પ્લેન કાફેની મુલાકાતે આવેલી એક 26 વર્ષીય યુવતીએ જણાવ્યું કે હું આ પ્લેન કાફેમાં ફર્સ્ટ ક્લાસમાં બેસી શકું છું અને જ્યાં પાઈલટ બેસતા હોય તે જગ્યાએ પણ જઈને બેસી શકુ છું. અહીં એવો અનુભવ થાય છે કે જાણે હું આ પ્લેનની કેપ્ટન છું. આ કાફેમાં આવતા 'પેસેન્જર્સ'ના હાથમાં બોર્ડિંગ પાસ પણ જોવા મળી રહ્યો છે. તેઓ આ પ્લેનની ફર્સ્ટ ક્લાસ સીટ પર આરામદાયકરીતે બેસીને ફોટો ક્લિક કરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્લેનમાં બેસીને મુસાફરી કરતા હોવ તેવો અનુભવ

પ્લેન કાફેની મુલાકાતે આવેલી 25 વર્ષીય યુવતીએ જણાવ્યું કે મને અહીં ખૂબ જ મજા આવી. કોરોના પહેલા કોઈ ટ્રિપ પર ગયા હતા તેવો અહીં અનુભવ થયો છે. માર્ચ મહિનાથી કોરોના વાયરસની મહામારીના કારણે કોઈ પ્લેનમાં બેસીને ટ્રાવેલિંગ નથી કર્યું ત્યારે આ પ્લેન કાફેની મુલાકાત ખૂબ જ રસપ્રદ રહી છે. હું આ પ્લેન કાફેના ફર્સ્ટ ક્લાસ વિભાગમાં બેઠી અને મને એવો અનુભવ થયો કે જાણે હું કોઈ પ્લેનમાં બેસીને મુસાફરી કરી રહી છું.

થાઈલેન્ડમાં કેટલાંક પ્લેનને કાફેમાં પરિવર્તિત કરાયા

કોરોના વાયરસની મહામારીના કારણે લોકોના ટ્રાવેલિંગના પ્લાન કેન્સલ થયા છે. ત્યારે થાઈલેન્ડમાં કેટલાંક પ્લેનને કાફેમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે કે જેથી ત્યાં જમવા આવતા લોકોને એવો અનુભવ થાય કે તેઓ કોઈ પ્લેનમાં ટ્રાવેલિંગ માટે આવ્યા છે. આ પ્લેન કાફેમાં આવતા કસ્ટમર્સ અહીં પ્લેનમાં બેઠા-બેઠા ફૂડ ઓર્ડર કરી શકે છે અને પાઈલટ જ્યાં બેસતો હોય તે જગ્યાની પણ મુલાકાત લઈ શકે છે. ત્યાંના લોકોમાં હવે આ પ્લેન કાફે ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે.

'પ્લેન કાફે' ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે

આ પ્લેન કાફેમાં જમવા આવેલી થાઈલેન્ડની એક 38 વર્ષીય મહિલાએ જણાવ્યું કે કોરોના વાયરસની મહામારીના કારણે હાલ ટ્રાવેલિંગ શક્ય નથી. અમે ઘરમાં રહેવા માટે મજબૂર છીએ ત્યારે આ કાફેમાં આવીને એવો અનુભવ થયો કે જાણે કોઈ પ્લેનમાં મુસાફરી કરવા માટે આવ્યા છીએ. આ પ્લેન કાફેમાં આવતા લોકોને અસલ એ પ્રકારનો અનુભવ કરાવવામાં આવે છે કે તેઓ જાણે કોઈ પ્લેનમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે. થાઈલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોનાના આશરે 3400 કેસ નોંધાયા છે અને 58 લોકોના મોત થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો