એપશહેર

આજે UNમાં મોદી-ઈમરાન વચ્ચે ખરાખરીનો જંગ, બંને વારાફરતી સંબોધન કરશે

TNN 27 Sep 2019, 10:58 am
ન્યુ યોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાના 74મા સત્રને સંબોધન કરશે. ભારતીય સમયાનુસાર તેમનું સંબોધન રાત્રે 8 વાગ્યા આસપાસ હશે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદીના ભાષણના થોડા સમય પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું પણ ભાષણ હશે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ દક્ષિણ એશિયામાં શાંતિ અને ક્ષેત્રના વિકાસ પર કેન્દ્રિત હશે. જ્યારે ઈમરાન ખાનનું ભાષણ કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાની જ કડી હશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોવડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં વિશ્વ શાંતિ અને માનવતા માટે ગંભીર ખતરા તરીકે આતંકવાદનો ભારપૂર્વક ઉલ્લેખ કરી શકે છે. વડાપ્રધાન અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને અનેક વાર કહી ચૂક્યા છે કે દુનિયાએ સારો આતંકવાદ, ખરાબ આતંકવાદના વમળમાંથી બહાર નીકળવું પડશે કારણ કે આતંકવાદ આખી માનવતા માટે ખતરારૂપ છે.વડાપ્રધાન મોદીના ભાષણમાં કાશ્મીરનો ઉલ્લેખ થાય તેવી શક્યતા નહિવત્ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ કહી ચૂક્યા છે કે વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો નહિ ઉઠાવે. ભારતનું હંમેશાથી સ્ટેન્ડ રહ્યું છે કે કાશ્મીર તેનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાનને ગેરકાયદેસર કાશ્મીરના અમુક હિસ્સા પર કબ્જો જમાવ્યો છે. આ મુદ્દા પર ચાલતો વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી મામલો છે. તેના પર દેશને કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. બંધારણની કલમ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને અસ્થાયી ધોરણે અપાયેલા વિશેષ દરજ્જાને ખતમ કરવો એ ભારતનો આંતરિક મામલો છે. તેમાં પાકિસ્તાન કે બીજા કોઈ દેશનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.વડાપ્રધાન મોદીના ભાષણના થોડા સમય પછી જ ઈમરાન ખાનનું પણ ભાષણ હશે. જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ભારતે ખતમ કરતા પાકિસ્તાન બોખલાઈ ગયું છે. હવે તે વિશ્વના સૌથી મોટા મંચનો ઉપયોગ કાશ્મીર મુદ્દે ભારતનો દુષ્પ્રચાર કરવા માટે કરી શકે છે. ઈમરાન ખાને પહેલા પણ કહ્યું હતું કે તે યુ.એનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. પાકિસ્તાને ગેરકાયદેસર કાશ્મીરનો જે હિસ્સો પચાવી પાડ્યો છે તે POKની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાન ખાને દાવો કર્યો હતો કે તે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કાશ્મીરનો મુદ્દો પૂરજોશમાં ઊઠાવશે, જેટલું અગાઉ કોઈ પાકિસ્તાની નેતાએ નથી કર્યું. જો કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના દુષ્પ્રચારને આંતરરાષ્ટ્રીય સમુદાયે જરાય ભાવ નથી આપ્યો. આ જ કારણે ઈસ્લામાબાદની હતાશા અને હવાતિયા વધતા જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો