એપશહેર

ક્લાઈમેટ ચેન્જ સામે લડવા પીએમ મોદીની પંચામૃત ફોર્મ્યુલા, દુનિયાને આપ્યો 'LIFE' મંત્ર

ક્લાઈમેટના સંદર્ભમાં One World એક વિશ્વના મૂળનો આધાર બની શકે છે. આ એક શબ્દ છે LIFE એટલે કે Lifestyle For Environment.

I am Gujarat 1 Nov 2021, 11:16 pm

હાઈલાઈટ્સ:

ભારત સહિત મોટા ભાગના વિકાસશીલ દેશોના ખેડૂતો માટે જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર છે.ભારતમાં અનેક મુદ્દાઓ અને વિકાસના કાર્યક્રમોમાં પણ પ્રાકૃતિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી છે.ભારતમાં 'નળથી જળ', 'સ્વચ્છ ભારત મિશન' અને 'ઉજ્જવલા' જેવી યોજનાઓથી અમારા નાગરિકોને લાભ મળ્યો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1212
ગ્લાસગો: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20માં ભાગ લેવા માટે ઈટાલીની રાજધાની રોમ પહોંચ્યા હતા. રવિવારે જી-20નું સમાપન થયું કે જેમાં 20 સભ્ય દેશોના નેતાઓએ વૈશ્વિક સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા અને જળવાયુ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. રવિવારે પીએમ મોદી સ્કોટલેન્ડના ગ્લાસગો શહેર પહોંચ્યા કે જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

સોમવારે સાંજે 5:30 વાગ્યે પીએમ મોદી ગ્લાસગોમાં આયોજિત 'વર્લ્ડ લીડર સમિટ ઓફ કોપ-26'માં પહોંચ્યા, જ્યાં તેમણે શિખર સંમેલનને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે ભારતમાં 'નળથી જળ', 'સ્વચ્છ ભારત મિશન' અને 'ઉજ્જવલા' જેવી યોજનાઓથી અમારા નાગરિકોને લાભ મળ્યો છે અને તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. ભારત સહિત મોટાભાગના વિકાસશીલ દેશોના ખેડૂતો માટે જળવાયુ એક મોટો પડકાર છે. ખેતીની પદ્ધતિમાં બદલાવ આવી રહ્યો છે. કમોસમી વરસાદ અને પૂર અથવા સતત આવી રહેલા વાવાઝોડાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, હું આજે તમારી સમક્ષ One-Word Movementનો પ્રસ્તાવ મૂકું છું. આ One-Word એક શબ્દ, ક્લાઈમેટના સંદર્ભમાં One World એક વિશ્વના મૂળનો આધાર બની શકે છે. આ એક શબ્દ છે LIFE એટલે કે Lifestyle For Environment. પેરિસમાં થયેલું આયોજન, એક સમિટ નહીં, એક કમિટમેન્ટ હતું. મને ખુશી છે કે ભારત જેવો વિકાસશીલ દેશ, જે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર નીકાળી રહ્યું છે, જે કરોડો લોકોની Ease of Living પર દિવસ-રાત કામ કરી રહ્યું છે. આજે ભારત installed renewable energy capacityમાં વિશ્વમાં ચોથા નંબર પર છે. પંચામૃતનો મંત્ર આપતા પીએમ મોદીએ કહ્યું કે, પહેલું- ભારત 2030 સુધી પોતાની Non-Fossil Energy Capacityને 500 ગીગાવોટ સુધી પહોંચાડશે. બીજું- ભારત 2030 સુધી પોતાની 50 ટકા energy requirements, renewable energyથી પૂરી કરશે. ત્રીજુ- ભારત અત્યારથી 2030 સુધી કુલ પ્રોજેક્ટેડ કાર્બન એમિશનમાં એક બિલિયન ટન ઘટાડશે. ચોથું- 2030 સુધી ભારત, પોતાની અર્થવ્યવસ્થાની કાર્બન ઈન્ટેન્સિટીને 45 ટકાથી ઓછી કરશે. પાચમું- વર્ષ 2070 સુધી ભારત, નેટ ઝીરોનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

Read Next Story