એપશહેર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈનું 71 વર્ષની વયે અવસાન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યાલય વ્હાઈટ હાઉસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

Agencies 16 Aug 2020, 9:52 am
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું શનિવારે રાત્રે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં નિધન થયું છે. 71 વર્ષની વયે રોબર્ટ ટ્રમ્પે અંતિમ શ્વાસ લીધા. તેઓ પણ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ બિઝનેસમેન હતા. શુક્રવાર જ ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. માહિતી પ્રમાણે, રોબર્ટ ટ્રમ્પ ગંભીર રીતે બીમાર હતા.
I am Gujarat trump brother
ડાબી તસવીર- રોબર્ટ ટ્રમ્પ


ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યું, "ખૂબ દુઃખ સાથે જણાવવાનું કે મારા વહાલા ભાઈ રોબર્ટનું આજે રાત્રે નિધન થયું છે. રોબર્ટ માત્ર મારા ભાઈ નહોતા, મારા સૌથી સારા મિત્ર પણ હતા. હું તેમને ખૂબ યાદ કરીશ. અમે ચોક્કસ ફરી મળીશું. મારા હૃદયમાં તેમની યાદો હંમેશા રહેશે."

પ્રાપ્ત માહિતી મુજબ, રોબર્ટ ટ્રમ્પ પ્રેસિડેન્ટ ટ્રમ્પની ખૂબ નજીક હતા. તેઓ દરેક સંકટમાં પડખે રહેતા હતા. અગાઉ પણ રોબર્ટ ટ્રમ્પને ICUમાં દાખલ કરાયા હતા. રોબર્ટ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને વ્યવસાયે બિઝનેસમેન હતા પરંતુ બંનેનો સ્વભાવ એકદમ અલગ હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ આ વાત સ્વીકારી હતી કે તેમના નાના ભાઈ વધારે શાંત અને સરળ સ્વભાવના હતા. ટ્રમ્પ તેમને પ્રેમથી 'હની' બોલાવતા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈની અંતિમક્રિયામાં હાજર રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો