એપશહેર

આતંકવાદ, કોરોનાઃ UNમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન-ચીન પર કર્યા આકરા પ્રહાર

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જે દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમની સામે પણ જોખમ રહેલું છે

I am Gujarat 25 Sep 2021, 11:53 pm

હાઈલાઈટ્સ:

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનજીએના 76માં સત્રને સંબોધિત કરી વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી
  • તેમણે નામ લીધા વગર આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય લોકશાહીની તાકત અને તેની વિશેષતા પણ વિશ્વ સમક્ષ રજૂ કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat narendra modi12
ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના 76માં સત્રને સંબોધિત કરતા ભારતના વિકાસની ગાથા સમગ્ર વિશ્વને સંભળાવી. વડાપ્રધાને આતંકવાદ અને વિસ્તારવાદને લઈને ચીનઅને પાકિસ્તાન પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં. વડાપ્રધાન મોદીના ભાષણની મહત્વની વાતો...
કોરોના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં કોરોનાથી માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પીડિત પરિવાર પ્રત્યે પણ પોતાની સંવેદનાઓ જણાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગત દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ 100 વર્ષમાં આવેલા સૌથી મોટા રોગચાળાનો સામનો કરી રહ્યું છે. આવા ભયંકર રોગચાળામાં જીવન ગુમાવનારા લોકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
IPL: રાજસ્થાનને હરાવી દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું
આતંકવાદને લઈને પાકિસ્તાન-ચીન પર પ્રહારો
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે વિશ્વ સમક્ષ આતંકવાદનું જોખમ વધી રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વને વિજ્ઞાન આધારીત અને વિકાસવાદી વિચારના આધારે વિકાસને જ આધાર બનાવવો જોઈશે. તેમણે કહ્યું હતું કે જે દેશ આતંકવાદનો રાજકિય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે તેમણે આ વાત સમજવી પડશે કે આતંકવાદ તેમના માટે પણ મોટો ખતરો બની શકે છે.

આત્મનિર્ભર ભારતની તસ્વીર રજૂ કરી
વડાપ્રધાને કહ્યું હતું કે કોરોના રોગચાળાએ વિશ્વને શીખવાડ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વિવિધતાસભર બનાવવી જોઈએ. અમારું આત્મનિર્ભર ભારત અભિયાન આ ભાવનાથી પ્રેરિત છે. સ્વતંત્રતાના 75 વર્ષના પ્રસંગે ભારત ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 75 ઉપગ્રહો અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.
જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારે કરી લીધો કોંગ્રેસને હાથ આપવાનો ઈરાદો? 28મીએ પાર્ટીમાં જોડાશે
લોકશાહી અંગે વિશ્વ સમક્ષ રજૂ કરી ભારતની વિશેષતા
તેમણે કહ્યું હતું કે, લોકશાહી અમારી હજારો વર્ષોની પરંપરા રહી છે. આ 15 ઓગસ્ટે ભારતે પોતાની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમારી વિશેષતા, અમારી સશક્ત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ જેમાં ઘણી બધી ભાષાઓ, સેંકડો બોલીઓ, અલગ-અલગ રહેણી-કહેણી, ખાવા-પીવામાં પણ વિવિધતા છે. આ વાઈબ્રન્ટ ડેમોક્રેસીનું ઉદાહરણ છે. આ ભારતની લોકશાહીની તાકાત છે કે એક નાનકડો છોકરો જે ક્યારેક રેલ્વે સ્ટેશન પર ચાની કિટલી પર પોતાના પિતાની મદદ કરતો હતો તે આજે ભારતના વડાપ્રધાન તરીકે ચોથી વખત યુએનજીએને સંબોધિત કરી રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો