એપશહેર

પુતિન યુક્રેન પર ફેંકશે પરમાણુ બોમ્બ? તો માત્ર 5 કલાકમાં 3 કરોડ લોકોના થઇ શકે મૃત્યુ, એક સંશોધનમાં થયો ખુલાસો

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વધુને વધુ ખતરનાક બનતી રહી છે. તેવામાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે પરમાણુ હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. તાજેતરમાં એક સંશોધનમાં ખુલાસો થયો છે કે જો યુક્રેન પર પરમાણુ બોમ્બ છોડવામાં આવે તો માત્ર 5 કલાકમાં ૩ કરોડ લોકોના મૃત્યુ થઇ જાય તેમ છે. તો બીજી તરફ આ યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન થયું છે.

Authored byParth Shah | I am Gujarat 21 Oct 2022, 2:57 pm

હાઈલાઈટ્સ:

  • શું પુતિન યુક્રેન પર ફેંકશે પરમાણુ બોમ્બ?
  • રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ હુમલાનો ખતરો
  • બોમ્બથી 'માત્ર 5 કલાકમાં 34 કરોડ લોકોના થઇ શકે મોત'
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vladimir putin
શું પુતિન યુક્રેન પર ફેંકશે પરમાણુ બોમ્બ?
મોસ્કોઃ યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વધુને વધુ ખતરનાક બનતી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોને તેમના રશિયન પ્રદેશ સાથે જોડી દીધા છે. આ સાથે જ પુતિને ધમકી આપી છે કે જો કોઈ તેને અલગ કરવાનો પ્રયાસ કરશે તો રશિયા તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી શકે છે. પુતિનની ધમકીને પરમાણુ હુમલા સાથે જોડવામાં આવી રહી છે. આ જ કારણ છે કે યુક્રેનમાં રશિયાના પરમાણુ હુમલાનો ડર આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રશિયન પરમાણુ હુમલામાં પુતિને પરમાણુ ટ્રિગર દબાવ્યાના 5 કલાકની અંદર 3.4 કરોડ યુક્રેનના લોકોનો માર્યા જશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આ મોક એક્સરસાઇઝમાં રશિયા અને નાટો દેશો વચ્ચે સંભવિત સંઘર્ષના ભયંકર પરિણામો વિશે અટકળો લગાવવામાં આવી છે. તેને પ્લાન એ કહેવામાં આવે છે. આ અનુમાન પ્રિન્સટોન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. આ અનુમાન સૌપ્રથમ 2017 માં કરવામાં આવ્યું હતું અને હવે યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાના જોખમને ધ્યાને રાખી અપડેટ કરવામાં આવ્યું છે. આ મોડેલના નિર્માતાઓમાંના એક ડૉક્ટર અલેક્સ ગ્લાસેર ન્યૂઝવીક મેગેઝિનને જણાવ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધ પછી આ ખૂબ જ ગંભીર કટોકટી છે. જેમાં સંભવિત પરમાણુ હુમલાનું પાસું પણ સામેલ છે.


ડૉ.અલેક્સે કહ્યું કે આમાં રશિયા અને અમેરિકા/નાટો દેશો છે. તે પણ જ્યારે પરમાણુ યુદ્ધનો ખતરો 'ખૂબ ઓછો' હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, 'આપણે જે પ્રકારની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ તે ઘણીવાર વિવિધ પક્ષો વચ્ચે ગેરસમજમાં પરિણામે છે. જો કે આ તણાવ પછી પણ રશિયા અને અમેરિકા વચ્ચે સંપર્કની પદ્ધતિઓ કામ કરી રહી છે. આ મોડેલ પરમાણુ સેનાના વર્તન, લક્ષ્યો અને જાનહાનિ પરના વાસ્તવિક ડેટા પર આધારિત છે. એવો અંદાજ છે કે જો રશિયા પરમાણુ બોમ્બ ફેંકે તો માત્ર 5 કલાકની અંદર 3.4 કરોડ લોકો માર્યા જઈ શકે છે. તો બીજી તરફ તે જ સમયે પરમાણુ હુમલાના કારણે 5 કરોડથી વધુ લોકો ઘાયલ પણ થઇ શકે છે. આ આંકડાઓમાં એવા લોકોનો સમાવેશ થતો નથી કે જેઓ પાછળથી રેડિયેશન અથવા અન્ય અસરોથી મૃત્યુ પામશે. આ પરમાણુ યુદ્ધ મોડલ ખૂબ ભયાનક હોઈ શકે છે. પરંતુ આ હુમલાઓથી કેવી રીતે બચવું તે વિશે લોકોને જાણ કરવી સરળ બને છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રશિયા યુએસ અને નાટોની કામગીરીને રોકવા માટે તેના કાલિનિનગ્રાડ એરબેઝ પરથી હવાઈ હુમલાઓ શરૂ કરી શકે છે.

મોડલ મુજબ રશિયા પછી 300 વોરહેડ્સ ફાયર કરી શકે છે કાં તો ફાઇટર જેટથી અથવા ટૂંકા અંતરની મિસાઇલો સાથે નાટોના સ્થાનો પર અને યુરોપમાં સૈનિકો પર હુમલો કરી શકે છે. જવાબમાં નાટો ગઠબંધન ફાઈટર જેટની મદદથી 180 પરમાણુ બોમ્બ મોકલી શકે છે. આવી સ્થિતિમાં માત્ર 3 કલાકમાં 26 લાખ લોકોના મોત થઈ શકે છે. આ હુમલા બાદ અમેરિકા પોતાની પરમાણુ મિસાઈલોને યુદ્ધના મેદાનમાં છોડી શકે છે અને 600 વ્યૂહાત્મક પરમાણુ હુમલા કરી શકે છે. નાટો તરફથી આ હુમલો થાય તે પહેલા જ રશિયા તેના મિસાઈલ સાઈલો સબમરીન અને મોબાઈલ લોન્ચ પેડથી પરમાણુ હુમલો કરી શકે છે. આ બધું લગભગ 45 મિનિટ ચાલી શકે છે. આ યુદ્ધના અંતિમ તબક્કામાં બંને પક્ષો 5 થી 10 પરમાણુ બોમ્બ ફેંકીને એકબીજાના 30 મોટા શહેરો અને આર્થિક કેન્દ્રોને નષ્ટ કરવાનો પ્રયાસ કરી શકે છે. આ પગલું માત્ર 45 મિનિટમાં 8.53 કરોડ લોકોના મૃત્યુ થઇ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો