એપશહેર

કોરોના વેક્સીનને મંજૂરી આપનારો રશિયા પહેલો દેશ બન્યો, પુતિને કરી જાહેરાત

કોરોના વાયરસ સામે લડી રહેલા અમેરિકા, ભારત સહિતના દેશો રસી બનાવવા પર કામ કરી રહ્યા છે તેમાં રશિયાએ દુનિયાની પહેલી રસી જાહેર કરી દીધી છે. પરંતુ તેની સામે વિરોધ પણ થઈ રહ્યો છે.

Agencies 11 Aug 2020, 3:23 pm
મોસ્કોઃ રશિયાએ દુનિયાની પહેલી કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી આપી દીધી છે. ખુદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ કોરોના વાયરસ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ પુતિને એ પણ કહ્યું કે તેમની દીકરીઓને આ રસી આપવામાં આવી છે. મોસ્કો ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે એડેનોવાયરસનો બેસ બનાવીને આ વેક્સીન તૈયાર કરી છે.
I am Gujarat russia approved the world first covid 19 vaccine president vladimir putin announced
કોરોના વેક્સીનને મંજૂરી આપનારો રશિયા પહેલો દેશ બન્યો, પુતિને કરી જાહેરાત


રિસર્ચર્સનો દાવો છે કે વેક્સીનમાં જે પાર્ટિકલ્સ યુઝ કરાયા છે, તે પોતાને રેપ્લિકેટ (કોપી) નથી કરી શકતા. રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં જોડાયેલા ઘણાં લોકોએ પોતાને વેક્સીનના ડોઝ આપ્યા છે. કેટલાક લોકોએ વેક્સીનના ડોઝ લીધા પછી તાવ આવ્યો છે, જેના કારણે પેરાસિટામોલના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.

પુતિને બન્ને દીકરીઓને રસીના ડોઝ અપાવ્યા

રશિયાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, "આ સવારે દુનિયામાં પહેલીવાર, નવા કોરોના વાયરસ સામે વેક્સીન રજિસ્ટર્ડ થઈ છે." પુતિને તમામનો આભાર વ્યક્ત કર્યો જેમણે આ વેક્સીન માટે કામ કર્યું છે. પુતિને કહ્યું કે વેક્સીન જરુરી ટેસ્ટથી પસાર થઈ છે અને તેમની બન્ને દીકરીઓને પણ ડોઝ આપવામાં આવ્યા છે. તેઓ સુરક્ષિત અનુભવી રહ્યા છે. બીજી તરફ રશિયાએ વેક્સીન લોન્ચ કરવામાં જે ઉતાવળ બતાવી છે તે બીજા દેશોને પચી નથી રહી. આ અઠવાડિયાથી નાગરિકોને આ વેક્સીન આપવામાં આવશે પરંતુ તેનો વિરોધ થઈ રહ્યો છે.

મલ્ટીનેશનલ ફાર્મા કંપનીએ એક લોકલ એસોસિએશનને ચેતવણી આપી છે કે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યા વગર વેક્સીનના સિવિલ યુઝ માટે મંજૂરી આપવી ખતરનાક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ પત્રમાં એસોસિએશન ઓફ ક્લિનિકલ ટ્રાયલ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે હજુ 100થી ઓછા લોકોને ડોઝ આપવામાં આવ્યો છે, એવામાં મોટા પ્રમાણમાં લોકો પર તેનો પ્રયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.

20 વર્ષની મહેનતનું પરિણામ

સેશેનૉવ યુનિવર્સિટીના ટોપ સાયન્ટિસ્ટ વાદિમ તારાસૉવે દાવો કર્યો છે કે દેશમાં 20 વર્ષથી આ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા અને સફળતાને ઝડપી બનાવવાનું કામ કર્યું છે. આ વાત પર બાબતે લાંબો સમય રિસર્ચ કરવામાં આવ્યું છે કે વાયરસ કઈ રીતે ફેલાય છે. આ બે દાયકાઓની મહેનતનું પરિણામ છે કે દેશને શરુઆત શૂન્યથી નથી કરવી પડી અને તેમણે વેક્સીન બનાવવામાં એક ડગલા આગળથી શરુઆત કરવાની તક મળી. આ વેક્સીનને રશિયા સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચે તૈયાર કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો