એપશહેર

રાષ્ટ્રપતિ પુતિને ગેસ સપ્લાયને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું - યુરોપ ઇચ્છે તો રશિયા ગેસ સપ્લાય કરી શકે છે!

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇનનું સમારકામ શક્ય છે. પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે યુરોપ અને રશિયાએ તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેવો પડશે. આ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થવાને કારણે ભૂતકાળમાં યુરોપમાં ગેસના સપ્લાય પર સંકટ સર્જાયું હતું. રશિયન પક્ષ પાઇપલાઇનના એક ભાગ દ્વારા યુરોપને ગેસ સપ્લાય કરી શકે છે.

I am Gujarat 12 Oct 2022, 11:45 pm

હાઈલાઈટ્સ:

  • પુતિને કહ્યું કે પાઇપલાઇનના એક ભાગમાંથી યુરોપને ગેસ સપ્લાય કરી શકાશે
  • વધુમાં કહ્યું કે જો યુરોપ ઇચ્છે તો રશિયા તે એક લાઇનના ગેસ સપ્લાય ખોલી શકે છે
  • જર્મની, ડેનમાર્ક અને સ્વીડન આ વિસ્ફોટની તપાસ કરી રહ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vladimir putin
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે કહ્યું કે તેમનો દેશ બાલ્ટિક સમુદ્ર દ્વારા જર્મની સુધી નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇનથી યુરોપને ગેસ સપ્લાય ફરી શરૂ કરવા માટે તૈયાર છે. મોસ્કોમાં એનર્જી ફોરમને સંબોધતા પુતિને ફરીથી આરોપ લગાવ્યો કે નોર્ડ સ્ટ્રીમ 1 પાઇપલાઇનની બંને લિંક અને નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇનની બે લિંક માંથી એકમાં વિસ્ફોટો પાછળ અમેરિકાનો હાથ હોવાની શંકા છે. પાઇપલાઇનમાં વિસ્ફોટના પરિણામે મોટા પ્રમાણમાં ગેસ લીક થયો અને પુરવઠામાં વિક્ષેપ થયો છે. જો.કે અમેરિકા અગાઉ પુતિનના આવા આરોપોને ફગાવી ચૂક્યું છે.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે રશિયન પક્ષ પાઇપલાઇનના એક ભાગ દ્વારા યુરોપને ગેસ સપ્લાય કરી શકે છે. પરંતુ હવે નિણર્ય યુરોપે લેવાનો છે. તેઓએ નક્કી કરવાનું છે કે તેઓ ઇચ્છે છે કે નહીં. નોર્ડ સ્ટ્રીમ 1 અને નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન રશિયા દ્વારા બાલ્ટિક સમુદ્રની તળેટીમાં બનાવવામાં આવી હતી. ગયા મહિને થયેલા બ્લાસ્ટમાં આ પાઈપલાઈન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. હાલ વિસ્ફોટની આંતરરાષ્ટ્રીય તપાસ ચાલી રહી છે. પુતિને કહ્યું કે આ પાઇપલાઇનોનું સમારકામ શક્ય છે. નોર્ડ સ્ટ્રીમની ત્રણ પાઇપલાઇનને નુકસાન થયું છે. આ પાઇપલાઇનની માત્ર એક લાઇન, નોર્ડ સ્ટ્રીમ 2, કામ કરી રહી છે. તેની ક્ષમતા 27.5 બિલિયન ક્યુબિક મીટર છે.

પુતિને કહ્યું કે જો યુરોપ ઇચ્છે તો રશિયા તે એક લાઇનના ખોલી શકે છે. આ ક્ષણે યુક્રેન સંકટમાં પાઈપલાઈન સંઘર્ષનું મુખ્ય કારણ બની ગઈ છે. ડેનમાર્ક અને સ્વીડનના કિનારે બાલ્ટિક સમુદ્રમાં ગેસ લીક થવાથી સમસ્યાઓમાં વધારો થયો છે. યુરોપને શંકા છે કે આ પાઇપલાઇનમાં રશિયાએ વિસ્ફોટ કર્યો છે. સાથે જ રશિયાએ આ માટે પશ્ચિમી દેશો અને અમેરિકાને પણ જવાબદાર ઠેરવ્યા છે. જો.કે જર્મની, ડેનમાર્ક અને સ્વીડન આ વિસ્ફોટની તપાસ કરી રહ્યા છે.

પુતિન કહે છે કે નોર્ડ સ્ટ્રીમ 2ની લિંક સુરક્ષિત છે અને રશિયા યુરોપને ગેસ સપ્લાય કરી શકે છે. નોર્ડ સ્ટ્રીમ 2 પાઈપલાઈન દ્વારા યુરોપને ક્યારેય કુદરતી ગેસ પૂરો પાડવામાં આવ્યો ન હતો કારણ કે જર્મનીએ તેના પ્રવાહને અટકાવી રાખ્યો હતો. 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી આ પ્રવાહ બંધ થઈ ગયો છે.

Read Next Story