એપશહેર

રુપિયો હોય તો આવો ભરપૂર! એક વ્યક્તિએ બર્ગર ખાવા માટે ઉડાવી નાખ્યા 2 લાખ

ઓર્ગેનિક ફૂડ ખાઈ-ખાઈને કંટાળેલા બિઝનેસમેને બર્ગર ખાવા માટે 2 લાખ ખર્ચી નાખ્યા

I am Gujarat 5 Dec 2020, 5:27 pm
નિતિન મુકેશના કંઠે ગવાયેલું 1989માં રીલિઝ થયેલી ડિરેક્ટર રાકેશ રોશનની ફિલ્મ 'કાલા બઝાર'નું ગીત 'પૈસા બોલતા હૈ...' તો તમે સાંભળ્યું જ હશે. આવી જ રીતે એક રશિયન અબજપતિએ સાબિત કર્યું છે કે જો તમારી પાસે ભરપૂર રુપિયો હોય તો તમે ગમે તેમ ઉડાવી શકો છો. આ રશિયન અબજપતિએ દુનિયાને જણાવ્યું છે કે ભરપૂર રુપિયો હોય તો તમે એક બર્ગર ખાવા માટે હેલિકોપ્ટરમાં જઈ શકો છો. ગજબ વાત તો એ છે કે બર્ગર ખાવા માટે તેણે 2 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો.
I am Gujarat russian millionaire pays 2000 pound for helicopter trip to eat burger
રુપિયો હોય તો આવો ભરપૂર! એક વ્યક્તિએ બર્ગર ખાવા માટે ઉડાવી નાખ્યા 2 લાખ


'ભાઈ રુપિયો હોય તો શું ન થઈ શકે?'
‘મેટ્રો’ના રિપોર્ટ અનુસાર, 33 વર્ષના વિક્ટર માર્ટીનોવ પોતાની પ્રેમીકા સાથે ક્રીમિયાના અલુસ્થામાં રજા પસાર કરી રહ્યા છે. તેણે અહીંનું સ્થાનીક ફૂડ ખાસ ન લાગ્યું તો તેમણે મેકડોનાલ્ડનું બર્ગર ખાવાનો મૂડ બનાવ્યો. મેકડીનું સૌથી નજીકનું આઉટલેટ આશરે 362 કિલોમીટર દૂર હતું. પછી શું..? તેણે બે લાખ રુપિયામાં એક હેલિકોપ્ટર બુક કર્યું અને બર્ગર ખાવા ગયા હતાં.

એક બર્ગર ખાવા માટે 2 લાખ રુપિયા ખર્ચી નાખ્યા


આવવા-જવામાં જ ખર્ચ થયો 2 લાખ રુપિયો
એક રિપોર્ટ અનુસાર અબજપતિએ જે બર્ગર ખાધું તેની કિંમત 49 પાઉન્ડ્સ (આશરે 4900 રુપિયા) હતું. જોકે, તેણે માત્ર 2,000 પાઉન્ડ (2 લાખ રુપિયા) આવવા-જવા પર ખર્ચ થયા છે. નોંધનીય છે કે, ક્રીમિયામાં મેકડોનાલ્ડ્સનું આઉટલેટ નથી. કારણકે 2014 પછી અહીં ફાસ્ટફૂડ ચેઈન સંચાલનને બંધ કરવામાં આવી છે.

ઓર્ગેનિક ફૂડથી કંટાળ્યો તો..
વિક્ટર માર્ટીનોવ, મોસ્કોની હેલિકોપ્ટર વેચનાર એક કંપનીનો સીઈઓ છે. તેણે પોતે જ એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને જણાવ્યું કે,'હું અને મારી ગર્લફ્રેન્ડ અહીં પ્રોપર ઓર્ગેનિક ફૂડથી કંટાળી ગયા છે. અમે નોર્મલ મેક્સિકન ફૂડ ખાવા ઈચ્છતા હતાં. આ કારણે અમે એક હેલિકોપ્ટર લીધું અને ક્રાસ્નોડાર માટે ઉડાન ભરી હતી.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો