એપશહેર

રશિયાની કોરોના વેક્સીન AK-47 જેટલી જ વિશ્વસનીય છેઃ વ્લાદિમીર પુતિન

રશિયન પ્રમુખે જણાવ્યું છે કે તેમના દેશની તમામ વેક્સીન વધારે અસરકારક અને વિશ્વસનીય છે

I am Gujarat 7 May 2021, 11:45 pm
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયાની કોરોના વેક્સીન AK-47 જેટલી જ વિશ્વસનીય છે. રશિયાએ અત્યાર સુધી કોરોના વાયરસની ચાર વેક્સીનને મંજૂરી આપી છે.
I am Gujarat sputnik v6

દેશના 24 રાજ્યોમાં કોરોના સંક્રમણનો દર 15 ટકાથી વધુ: આરોગ્ય મંત્રાલયપુતિને જણાવ્યું છે કે રશિયાની કોરોના વેક્સીન એકે-47 જેટલી જ વિશ્વસનીય છે. આ અમે નહીં પરંતુ એક યુરોપિયન એક્સપર્ટે કહ્યું છે અને મને લાગે છે કે તે એકદમ સત્ય છે. નોંધનીય છે કે AK-47 વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા હથિયારોમાંનું એક છે.
કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપનારા એક્સપર્ટએ જણાવ્યો તેને રોકવાનો ઉપાયએક વિડીયો કોન્ફરન્સ દરમિયાન નાયબ વડાપ્રધાન તાત્યાના ગોલિકોવાએ પુતિનના હવાલેથી જણાવ્યું હતું કે, અમારી મેડિકેશન એવી ટેકનિક અને પ્લેટફોર્મ પર આધારીત છે જેને દાયકાઓ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તે અત્યંત આધુનિક અને અપ ટૂ ડેટ છે. તેમાં કોઈ શંકા નથી કે તે સૌથી વધારે વિશ્વસનીય અને સુરક્ષિત છે.

અગાઉ રશિયાએ કોવિડ-19 વિરુદ્ધ પોતાની Sputnik Vના પ્રથમ ડોઝ ધરાવતા સંસ્કરણને ગુરૂવારે તે તર્ક આપીને મંજૂરી આપી દીધી છે કે આ નિર્ણયથી કોરોના સામે એન્ટિબોડી પ્રાપ્ત કરવાની પ્રતિક્રિયા ઝડપી બનશે. વેક્સીનના આ ડોઝને સ્પુતનિક લાઈટ છે અને તે બે ડોઝની Sputnik Vનો પ્રથમ ડોઝ છે.

Read Next Story