એપશહેર

ચીન પછી જાપાનમાં જોવા મળ્યો રહસ્યમય વાયરસ, શું છે પ્રાથમિક લક્ષણો?

Yezo Virus: અત્યાર સુધી 7 લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત, આ જંતુના કરડવાથી ફેલાય છે વાયરસ, શું છે શરૂઆતી લક્ષણો?

Agencies 5 Oct 2021, 5:04 pm
ટોક્યો: જાપાનના વૈજ્ઞાનિકોએ એક અજાણ્યા વાયરસની ઓળખ કરી છે. આ વાયરસ મનુષ્યોને સંક્રમિત કરી શકે છે અને તેના ફેલાવા માટે ટિક જવાબદાર છે. જેને યેજો વાયરસ નામ આપવામાં આવ્યું છે અને ટિક કરડવાથી સંક્રમણ ફેલાતું હોવાનું માનવામાં આવે છે. લક્ષણોની વાત કરીએ તો તેના પ્રાથમિક લક્ષણોમાં તાવ અને ઓછી પ્લેટલેટ અને લોહીમાં લ્યુકોસાઈટ્સનો સમાવેશ થાય છે. જાપાનના સાપોરો સ્થિત હોક્કાઈડો યુનિવર્સિટીના સંશોધકોએ તેમના સંશોધનને નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત કર્યા છે.
I am Gujarat 10
પ્રતિકાત્મક તસવીર


હોક્કાઈડો યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ઝૂનોસિસ કંટ્રોલના વાઇરોલોજિસ્ટ Keita Matsuno જણાવ્યા મુજબ જાપાનમાં (2014થી) ઓછામાં ઓછા સાત લોકોમાં વાયરસની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે તે રાહતની વાત એ છે કે, કોઈ મૃત્યુની પુષ્ટિ થઈ નથી. જો કે, જાપાની નિષ્ણાતો માને છે કે તેના ફેલાવા વિશે વધુ જાણવા માટે વાયરસનું હોક્કાઈડોની બહાર પરીક્ષણ થવું જોઈએ.

વાયરસ જીવલેણ નથી પણ ફેલાઈ શકે
પ્રોફેસર માત્સુનોએ કહ્યું કે યેજો વાયરસ ચેપના અત્યાર સુધી જે પણ કેસ મળ્યા છે તે જીવલેણ નથી. પરંતુ તે હોક્કાઈડોની બહાર મળે તેવી શક્યતા છે. તેથી આપણે તાત્કાલિક તેના ફેલાવાને તપાસવાની જરૂર છે. યેજો વાયરસની ઓળખ ઓર્થોનાયરોવાયરસ તરીકે થઈ છે. આ વર્ષની શરૂઆતમાં ચીની વૈજ્ઞાનિકોએ ઓર્થોન્યુરોવાયરસનું નવું સ્વરૂપ પણ ઓળખી કાઢ્યું હતું અને તેને સોંગલિંગ વાયરસ (SGLV) નામ આપવામાં આવ્યું છે.

તાવ અને પગનો દુખાવાથી થયો ખુલાસોજાપાનના સંશોધકોએ સૌથી પહેલા યેઝો વાયરસની પુષ્ટિ ત્યારે કરી જ્યારે 41 વર્ષીય વ્યક્તિને તાવ અને પગમાં દુ:ખાવો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ ક્રિમીઆમાં એઝોવ સમુદ્રના કિનારે Arabat Spit પર હજારો મૃત પક્ષીઓ જોવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકો માને છે કે નવો વાયરલ ચેપ પક્ષીઓના સામૂહિક મૃત્યુનું કારણ હોઈ શકે છે.

Read Next Story