એપશહેર

કોરોના સામે લડનારી 21 દવાઓની ઓળખ કરાઈ, સારવારમાં મળી શકે છે મદદ

વૈજ્ઞાનિકોએ એવી 21 દવાઓની ઓળખ કરી લીધી છે જેનો ઉપયોગ કોરોના વાયરસ વિરુદ્ધ કરી શકાય છે, તેમાંથી 13 દવાઓ ટ્રાયલ દરમિયાન કોરોનાના દર્દીઓ પર સફળ સાબિત થઈ છે

I am Gujarat 29 Jul 2020, 11:54 pm
કેલિફોર્નિયાઃ વૈજ્ઞાનિકોએ 21 એવી દવાઓની ઓળખ કરી લીધી છે જેનો ઉપયોગ કોરોના વાયરસ વિરુદ્ધ કરી શકાય છે. તેમાં કેન્સર જેવા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. તેમાંથી 13 દવાઓ પોતાના ટ્રાયલ દરમિયાન કોરોનાના દર્દીઓ પર સફળ સાબિત થઈ છે.
I am Gujarat medicines


નેચરમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર કેલિફોર્નિયામાં સેનફોર્ડ બર્નહમ પ્રીબિસ મેડિકલ ડિસ્કવરી ઈન્સ્ટિટ્યુટના સંશોધકોએ આ શોધ કરી છે કે તેમાંથી ચાર દવાઓનો ઉપયોગ રેમેડિસિવિર સાથે કરવામાં આવી શકે છે. રેમેડિસિવિર દવાઓનો ઉપયોગ હજી ઘણા દેશોમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. આ દવાઓને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પહેલા જ પોતાની મંજૂરી આપી દીધી છે.

વર્તમાનમાં આ ચારથી કરવામાં આવી રહી છે સારવાર
રેમેડિસિવિરઃ વર્તમાનમાં દેશમાં કોરોનાની સારવાર માટે રેમેડિસિવિર દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એક એન્ટિવાઈરલ દવા છે જે ઈબોલાની સારવાર માટે બનાવવામાં આવી હતી. પરંતુ આ દવાએ તે સમયે કામ કર્યું ન હતું. હવે આ દવા કોરોનાના દર્દીઓ પર હકારાત્મક અસર કરી રહી છે.

બ્લડ પ્લાઝમાઃ કોરોનાની બીજી સારવાર બ્લડ પ્લાઝમા છે. જે હજી પણ કોરોના વાયરસની પ્રાયોગિક સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ સારવારને સુરક્ષિત માનવામાં આવી છે પરંતુ આ કેટલી સારી રીતે કામ કરી રહી છે તેની તપાસ હજી ચાલી રહી છે.

ડેક્સામેથાસોનઃ સસ્તી સ્ટિરોઈડ ડેક્સામેથાસોનને પણ બ્રિટનમાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ દવાનો અમેરિકા, બ્રિટન સહિત દુનિયાના ઘણા દેશમાં ઉપયોગ કરવામં આવી રહ્યો છે. જોકે, તેની અસરને લઈને હજી સંશોધન ચાલી રહ્યું છે.

12000થી વધુ દવાઓની કરવામાં આવી તપાસ
આ ઉપરાંત ઘણી દવાઓનો ટેસ્ટ કરવામાં આવ્યો જે ચેપગ્રસ્ત લોકોને બચાવવામાં નિષ્ફળ રહી છે. ત્યારબાદ સેનફોર્ડ બર્નહેમ પ્રીબિસ મેડિકલ ડિસ્કવરી ઈન્સ્ટિટ્યુટના સંશોધકોએ 12,000થી વધારે દવાઓનો એક સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કર્યો અને તેની તપાસ કરી.

ભારતીય મૂળના વૈજ્ઞાનિક પણ સામેલ
આ રિસર્ચ પેપરના વરિષ્ઠ લેખક ડોક્ટર સુમિત ચંદાએ હોંગકોંગના વૈજ્ઞાનિકો સાથે મળીને સ્ટડી કર્યો છે. આ દરમિયાન 21 એવી દવાઓની શોધ કરવામાં આવી છે જે કોરોનાની સારવારમાં અસરકારક સાબિત થઈ શકે છે.

Read Next Story