એપશહેર

બ્રિટનમાં કોરોનાની બીજી લહેર, કેટલાય મોટા શહેરોમાં લોકડાઉન

બ્રિટનમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો આવતા ઘણા શહેરોમાં લોકડાઉન કરી દેવાયું છે. બ્રિટનમાં કોરોના વાયસરથી અત્યાર સુધીમાં 8,30,998 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

Agencies 24 Oct 2020, 12:02 am
લંડન: બ્રિટનમાં કોરોના વાયરસના મામલામાં ફરીથી આવેલી ઝડપ વચ્ેચ ઘણા શહેરોમાં કડક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે પણ કોરોનાના વધતા કેસોને જોતા સંક્રમણને કાબુ કરવાના પ્રયાસ વધારી દીધા છે. વેલ્સ, ગ્રેટર માન્ચેસ્ટર, લિવરપૂલ સિટી, લેકશાયર, સાઉથ યોર્કશાયર અને સ્કોર્ટલેન્ડમાં લોકોને બહાર નીકળવા પર રોક લગાવી દેવાઈ છે.
I am Gujarat Corona in UK


કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 8,30,998 લોકો સંક્રમિત
બ્રિટનમાં કોરોના વાયસરથી અત્યાર સુધીમાં 8,30,998 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે કે 44,571 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમાંથી 224થી વધુ લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. જ્યારે કે 20,530 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના વધતા પ્રકોપને જોતા જ ઘણા વિસ્તારોમાં લોકડાઉન ફરીથી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. માત્ર બ્રિટન જ નહીં, યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસનો કહેર હાલના દિવસોમાં ઝડપથી વધી રહ્યો છે. એકલા ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

આ વિસ્તારમાં પૂર્ણ લોકડાઉન
બ્રિટિશ સરકાર મુજબ, વેલ્સમાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે. ગ્રેટર માનચેસ્ટરની 28 લાખની વસ્તી પણ મધ્યરાત્રિથી ઈંગ્લેન્ડના લિવરપૂલ શહેર વિસ્તાર અને લેકશાયર કડક પ્રતિબંધોમાં સામેલ થઈ ગયા છે, જેમાં લગભગ-લગભગ બધા બિઝનેસ યુનિટો પણ બંધ રહેશે. સાઉથ યોર્કશાયરનો વિસ્તાર પણ શનિવારથી ત્રીજા તબક્કાના કડક પ્રતિબંધો અંતર્ગત આવી જશે. આ પ્રકારે લગભગ 70 લાખથી પણ વધુ વસ્તી કડક લોકડાઉન અંતર્ગત આવી જશે.

લોકોને હળવા-મળવા પર રોક
કોવિડ-19ને લઈને અપાયેલી ચેતવણીના ત્રીજા તબક્કાનો અર્થ છે કે, લોકોને હળવા મળવા પર નિયંત્રણ થશે. સાથે જ પબ અને બાર ચાલુ નહીં રાખી શકાય, સિવાય કે તે ભોજન ઉપલબ્ધ ન કરાવતા હોય. આ શ્રેણીમાં આવનારા ઘણા વિસ્તારોમાં તો બિઝનેસ યુનિટોને ખોલવા પર પણ રોક છે.

વેલ્સમાં 17 દિવસનું લોકડાઉન
આ દરમિયાન વેલ્સમાં પણ શુક્રવારે સાંજથી 17 દિવસનું પૂર્ણ લોકડાઉન લાગુ થઈ જશે, જેના પગલ લગભગ 31 લાખ લોકો ઘરોમાં જ રહેવા મજબૂર થશે. વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે કહ્યું કે, અહીં એવા લોકો પણ છે, જે અમને જણાવવા ઈચ્છે છે કે, કોરોના વાયરસનો ખતરો માત્ર એક છેતરપિંડી છે અને આ એક સામાન્ય બીમારી છે કે જે નુકસાન નથી પહોંચાડતી. આવા લોકો એ પરિવારને નથી મળ્યા, જેમણે ગત સપ્તાહે પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા છે.

સ્કોટલેન્ડમાં પણ પાંચ તબક્કામાં લાગશે પ્રતિબંધસ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને પોતાના પ્રાંત માટે પાંચ તબક્કાની રણનીતિનો ખુલાસો કર્યો કે જે ઈંગ્લેન્ડમાં લાગુ તબક્કાથી બે તબક્કા વધારે છે. તે અંતર્ગત, સ્કોટલેન્ડના જુદા-જુદા ક્ષેત્રોમાં વાયરસના પ્રકોપ મુજબ તેને લાગુ કરાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો