એપશહેર

અમેરિકા અને ફ્રાંસમાં કોરોનાના રેકોર્ડ કેસ, હોસ્પિટલમાં ખૂટી પડી જગ્યા

બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23012 કેસ સામે આવ્યા છે. જ્યારે ફ્રાંસમાં 45000 રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે.

I am Gujarat 25 Oct 2020, 4:09 pm
વોશિંગ્ટન: કોરોના વાયરસને અટકાવવા માટે લાખો પગલાં ભરવા છતાંય અમેરિકામાં ચેપનું પ્રમાણ ઘટતું નથી. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (કોરોના વાયરસ સંશોધન કેન્દ્ર )ના અહેવાલ મુજબ અમેરિકામાં કોરોના વાયરસના ચેપના 83000થી વધુ નવા કેસ નોંધાયા છે. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો રેકોર્ડ છે. બીજી તરફ ફ્રાન્સમાં પણ કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે.
I am Gujarat 8
પ્રતિકાત્મક તસવીર


યુરોપમાં કોરોનાની સેકન્ડ વેવ
યુરોપના ઘણા દેશોમાં કોરોનાની સેકન્ડ વેવ શરૂ જતાં ફરી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસમાં ફ્રાંસમાં કોરોનાના 45000 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો રેકોર્ડ છે. બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23012 કેસ સામે આવ્યા છેય ચાર દિવસ પહેલા બ્રિટનમાં 26688 દર્દીઓ મળી આવ્યા હતા, જે એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ છે.

દર્દીઓને હોસ્પિટલોમાં રાખવાની જગ્યા નથી
ઉત્તરી ઇડાહોની એક હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે જગ્યા પણ ખૂટી પડી છે અને દર્દીઓને હેલિકોપ્ટર દ્વારા પોર્ટલેન્ડ, સિયાટલ અને ઓરેગન મોકલવાનો વિચાર ચાલી રહ્યો છે.

ઘણી જગ્યાએ લોકડાઉન
યુરોપના દેશોમાં અમેરિકાની જેમ જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. રોમ, પેરિસ અને અન્ય દેશોમાં રાત્રિના મનોરંજનના સ્થળોને કાબૂમાં રાખવા તેમજ રોગચાળાની ગતિ ધીમી કરવા માટે ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. બ્રિટને ફરીથી તેના ઘણા રાજ્યોમાં કડક લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. ત્યાં આવશ્યક સેવાઓ સિવાય કોઈને પણ ઘર છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

ડબ્લ્યુએચઓ આપી ચેતવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વડા ટેડ્રોસ અધાનામે ઉત્તરી ગોળાર્ધ (મુખ્યત્વે યુરોપિયન) દેશોને ચેતવણી આપી છે કે ચેપ અને મૃત્યુની સંખ્યામાં વધારો થતો હોવાથી તેઓ એક ગંભીર સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, આગામી કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ બનવા જઈ રહ્યા છે અને કેટલાક દેશોમાં સ્થિતિ ઘણી ખરાબ છે.

અમેરિકામાં કડક અમલ
સાઉથ ડકોટામાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે કે 30 ઓક્ટોબર સવાર સુધી તમામ બિન-આવશ્યક મુસાફરી અને બિન-આવશ્યક પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે. ફ્લોરિડાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંના એકમાં આરોગ્ય અધિકારીઓએ માતા-પિતાને બાળકોના જન્મદિવસ પર પાર્ટીનું આયોજન ન કરવા માટે અપીલ કરી છે. બીજી તરફ ટેક્સાસમાં ગવર્નર ગ્રેગ એબોટ વધુ મેડિકલ અધિકારીઓને કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અલ પાસો વિસ્તારમાં મોકલી રહ્યા છે. આ સાથે અન્ય ઘણા શહેરો અને કાઉન્ટીઓમાં રોગચાળો અટકાવવા પગલા લેવામાં આવી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો