એપશહેર

આ કાચબાની તસવીરમાં એવું તો શું છે કે લોકોને તે હચમચાવી રહી છે

Tejas Jinger | I am Gujarat 1 Oct 2019, 2:12 pm
વિકાસની વાત આવે એટલે સારા હાઈવે, રેલવે સ્ટેશન, એરપોર્ટ વગેરેની ચર્ચા થાય પણ એક એવી તસવીર સામે આવી છે કે, લોકો કહી રહ્યા છે વિકાસ સામે વાંધો નથી પણ વિકાસ એવો ના હોવો જોઈએ જે કોઈના માટે જોખમી સાબિત થઈ જાય. આ વાત એક માદા કાચબાના કારણે ચર્ચામાં આવી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ તસવીર માલદીવની છે. અહીં નોનુ અટોલનું મફારુ રનવે છે. આ રનવે પર જ માદા કાચબાએ ઈંડા મૂક્યા છે. આ જગ્યા ભૂતકાળમાં તેમની હતી. એટલે કે અહીં માદા કાચબા ઈંડા આપવા માટે આવતા હતા, જ્યાં હવે રસ્તો બની ગયો છે. છતાં કાચબાએ ત્યાં જ ઈંડા મૂક્યા છે. આ તસવીર જૂની છે પણ વિકાસના સંદર્ભમાં તે હંમેશા પ્રાસંગિક રહેશે. હજારો કિલોમીટરનું અંતર કાપીને મૂકે છે ઈંડા માદા કાચબા લાંબુ અંતર કાપ્યા પછી ઈંડા આપવાની જગ્યા નક્કી કરતા હોય છે. આ રનવે બન્યો તે પહેલા કાચબા અહીં ઈંડા મૂકવા માટે આવતા હતા. પણ હવે અહીં વિકાસ થઈ ગયો છે. એરપોર્ટ બની ગયું છે. તેમની જગ્યા છીનવાઈ ગઈ છે. આ તસવીર લોકોને હચમચાવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો