એપશહેર

સિંગાપોરના એરપોર્ટ મુસાફરોની સુવિધા માટે છે એવું કંઈક જેની કલ્પના પણ નહીં કરી હોય!

શિવાની જોષી | I am Gujarat 27 Dec 2019, 1:48 pm
જ્યારે પણ દુનિયા શ્રેષ્ઠ એરપોર્ટનો ઉલ્લેખ થાય ત્યારે સિંગાપોરના ચાંગી એરપોર્ટનું નામ આવે. આ એરપોર્ટ સુવિધાઓ, સુરક્ષા અને મેન્ટેનન્સ માટે જાણીતું છે. ખૂબસુરતીમાં આના જેવું બીજું એરપોર્ટ જોવા નહીં મળે. પરંતુ શું તમને ખબર છે કે, આ એરપોર્ટ પર કંઈક એવું છે જેના વિશે કદાચ આપણે કલ્પના પણ નહીં કરી હોય. એરપોર્ટ પર એક એવી વ્યવસ્થા છે જેની કલ્પના એરપોર્ટ માટે અશક્ય જ લાગે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆ એરપોર્ટ પર યાત્રીઓનો અનુભવ મજેદાર બનાવવા માટે ઘણી સુવિધા છે. શાનદાર પાર્ક, ફુવારા, બજાર વગેરે. તેમ છતાં યાત્રીઓની ફરિયાદ રહે છે બોર્ડિંગની સુવિધાને લઈને. બોર્ડિંગની પ્રક્રિયા થોડી નીરસ પણ હોય છે. લાઈનમાં ઊભા રહીને સામાન મૂકવાનો અને પછી ધીરે-ધીરે બોર્ડિંગ ગેટ તરફ આગળ વધવાનું. જો કે, ચાંગી એરપોર્ટ પર આ નીરસ પ્રક્રિયાને રસપ્રદ બનાવાઈ છે. ચાંગી એરપોર્ટ પર એક સ્લાઈડ ટ્યૂબ બનાવવામાં આવી છે. જે બાળકોની રમવાની લપસણી હોય તેવી જ છે. તમે વોટર પાર્કમાં પણ આ સ્લાઈડ ટ્યૂબની મજા માણી હશે. હવે તમને થશે કે એરપોર્ટ પર આ સ્લાઈડ ટ્યૂબનું શું કામ? તો આ સ્લાઈડ ટ્યૂબ તમને સીધા બોર્ડિંગ પોઈન્ટથી ગેટ સુધી લઈ જશે. એ પણ રોમાંચક યાત્રાની સાથે.
ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, યુસૂફ અલ અસ્કારી નામના એક મુસાફરે આ ફન રાઈડની મજા લીધા અને વિડીયો બનાવીને યૂ-ટ્યૂબ પર અપલોડ કર્યો છે. આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. માહિતી પ્રમાણે, ચાંગી એરપોર્ટના ટર્મિનલ 4 પર આ બહુમાળી સ્લાઈડ ટ્યૂબ લગાવાઈ છે. જે ઝડપથી મુસાફરોને ગેટ સુધી લઈ જાય છે.
યુસૂફ વિડીયોમાં સીધો સિંગાપોરના એરપોર્ટના જાણીતા રેડ સેન્ડિલયર પાસે પહોંચી જાય છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં યુસૂફે કહ્યું, “આ રોમાંચક અનુભવ હતો. મેં કોઈ એરપોર્ટ પર આવી વ્યવસ્થા જોઈ નથી. આ અનુભવ મજેદાર હતો.”સિંગાપોર એરપોર્ટ પર જોવા મળી ‘વિનમ્ર’ લગેજ
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો