એપશહેર

ટ્રમ્પના સમર્થકોનો ડર, ટ્વિટરના ઘણા કર્મચારીઓએ લોક કરી પોતાની પ્રોફાઈલ

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો તરફથી વિરોધનો સામનો થવાના ડરથી ટ્વિટરના કેટલાક કર્મચારીઓએ પોતાના એકાઉન્ટ્સ લોક કરી દીધા છે

I am Gujarat 17 Jan 2021, 4:54 pm
સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો તરફથી વિરોધનો સામનો થવાના ડરથી ટ્વિટરના કેટલાક કર્મચારીઓએ પોતાના એકાઉન્ટ્સ લોક કરી દીધા છે. એટલું જ નહીં કંપની તરફથી કેટલાક એક્ઝિક્યુટિવને વ્યક્તિગત રીતે સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ટ્રમ્પના સમર્થખો દ્વારા ટાર્ગેટ કરવામાં આવશે તેવી આશંકાથી તેમણે પોતાના એકાઉન્ટને પ્રાઈવેટ કરી દીધા છે.
I am Gujarat trump twitter


આ ઉપરાંત ઓનલાઈન તેમની જાણકારીને પણ હટાવી લીધી છે. હકિકતમાં કેપિટલ બેલ્ડિંગમાં ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસા ફેલાવવાના કારણે ટ્વિટરના 350 કર્મચારીઓએ એક આંતરીક અરજી પર હસ્તાક્ષર કરીને કંપનીના સીઈઓ જેક ડોર્સીને ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવાનો આગ્રહ કર્યો હતો. તેવામાં ભવિષ્યમાં હિંસા ભડકવાની આશંકાના કારણે 8 જાન્યુઆરીએ ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટને બંધ કરી દીધું હતું.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જેક ડોર્સી પહેલા આ વાતને લઈને અસમંજસમાં હતા કે ટ્રમ્પ પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ યોગ્ય નિર્ણય છે કે નહીં પરંતુ ગત સપ્તાહે કરવામાં આવેલા ટ્વિટ્સને જોતા ડોર્સીએ અંતે કહ્યું હતું કે, ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. ટ્વિટર પર પ્રતિબંધ બાદ ટ્રમ્પે દેશના રાષ્ટ્ર પ્રમુખના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ટ્વિટર પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે લખ્યું હતું કે હું લાબા સમયથી કહેતો આવ્યો છું કે ટ્વિટર ફ્રી સ્પીચ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે અને આજે તેમણે ડેમોક્રેટ અને કટ્ટર લેફ્ટ સાથે મળીને મને ચૂપ કરાવવા માટે મારા એકાઉન્ટને બધ કરી દીધું છે. ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પહેલાથી જ બે સપ્તાહ કે અનિશ્ચિત મુદ્દત માટે પ્રતિબંધ લાગી ચૂક્યો છે. એટલે સુધી કે તેમના કેમ્પેન એકાઉન્ટ @TeamTrumpને પણ બંધ કરી દીધું છે.

Read Next Story