એપશહેર

દરિયામાં ખોવાયેલી Apple Watch 6 મહિને પણ ચાલુ હાલતમાં મળી

Hitesh Mori | I am Gujarat 25 Apr 2019, 8:34 pm
I am Gujarat surfer found his apple watch that got lost at sea after 6 months and it is still working
દરિયામાં ખોવાયેલી Apple Watch 6 મહિને પણ ચાલુ હાલતમાં મળી


દરિયામાં ખોવાઈ એપ્પલ વોચ

વિચાર કરો કે તમારી કોઈ મનપસંદની વસ્તુ દરિયામાં ખોવાઈ જાય, તો તમે શું કરશો? તમે નિરાશ થઈ જશો અને વિચારશો કે હવે તે ફરી ક્યારેય નહીં મળે. પરંતુ દરિયાની લહેરો પર સર્ફિંગ કરતા રોબર્ટ બેન્ટર સાથે એવું બન્યું કે તેને પણ વિશ્વાસ નથી આવતો. એક દિવસ પ્રશાંત મહાસાગરમાં સર્ફિંગ દરમિયાન તેની એપ્પલ વોચ ખોવાઈ ગઈ. આશ્ચર્યની વાત છે એ છે કે 6 મહિના પછી તેને વોચ ફરી મળી આવી. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

જ્યારે સમાચાર મળ્યાં તો વિશ્વાસ ન થયો

રોબર્ટ કેલિફોર્નિયાના હંટિંગટન બીચ પર સર્ફિક કરે છે. છ મહિના પછી જ્યારે તેને પોતાની એપલ વોચ મળી તો તેમને વિશ્વાસ થતો નહોતો. સૌથી મહત્વની બાબત તો એ છે કે તે હજુ પણ કામ કરી રહી છે. એટલે કે એકદમ ઠીક છે.

મારા માટે લકી છે આ વોચ

રોબર્ટે KTLA 5TV સાથે વાતચીતમાં કહ્યું કે, ‘આ ઘડી મારા માટે લકી છે. સર્ફ કરતી વખતે તેના પર હું ટાઈમિંગ અને સ્પીડ ચેક કરતો હતો. તે મને એવું પણ જણાવતી હતી કે હું ક્યાં છું. તે દિવસે પણ હું સર્ફિગ કરી રહ્યો હતો ત્યારે વોચ દરિયામાં પીડ ગઈ હતી. જેનું મને ખૂબ દુઃખ થયું. મેં જીપીએસ ટ્રેકિંગ દ્વારા શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી.’

પાંચ કિલોમીટર દૂરથી મળી આવી

રોબર્ટ જણાવે છે કે ‘એક દિવસ મને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને જણાવ્યું કે તેમની પાસે મારી વોચ છે. જે જગ્યાએ મારી વોચ ખોવાઈ હતી તેનાથી પાંચ કિલોમીટર આગળથી મળી આવી હતી.’

‘વોટર લોક મોડ’ને કારણે બચી ગઈ

મહત્વનું છે કે છ મહિના પછી પણ આ વોચ ચાલુ હાલમાં હતી. ઉલ્લેખનીય છે કે એપ્પલ વોચમાં એક ‘વોટર લોક મોડ’ હોય છે. વોચ પાણીના સંપર્કમાં આવે એટલે તેના તમામ પાર્ટ સીલ થઈ જાય છે. જ્યાં સુધી સ્ક્રીનને સ્કોલ કરવામાં ન આવે ત્યાં સુધી આ મોડ ડિસેબલ થતો નથી. આ વચ્ચે રોબર્ટે બીજી એપ્પલ વોચ ખરીદી લીધી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો