એપશહેર

મહિલા કર્મચારીઓ માટે તાલિબાની શાસકોનો ફરમાન, 'ઘરમાંથી બહાર નીકળશો નહીં'

તાલિબાને કબજો લીધો એ પહેલા કાબૂલમાં 3000 કર્મચારીઓ હતા જેનો ત્રીજો ભાગ મહિલા કર્મચારીઓ હતી

I am Gujarat 19 Sep 2021, 7:24 pm

હાઈલાઈટ્સ:

  • હાલમાં જ તાલિબાને મહિલાઓના મંત્રાલયને હટાવીને પુરુષ સભ્યોવાળું મંત્રાલય બનાવ્યું છે
  • શહેરની મહિલા કર્મચારીઓને ઘરે જ રહેવાનો ફરમાન જાહેર કર્યો તાલિબાની શાસકોએ
  • એજ મહિલાઓને કામ કરવાની મંજૂરી છે જેમની અવેજીમાં પુરુષ કામે નથી લાગ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 4
કાબૂલઃ અફઘાનિસ્તાનમાં શરિયા કાયદા મુજબ સત્તા સ્થાપનાર તાલિબાન અફઘાની મહિલાઓને લઇને રોજ નવા ફરમાન જાહેર કરી રહ્યું છે. સત્તા મેળવી અફઘાની મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના નાટક કરી રહેલા તાલિબાની શાસકોએ હવે દેશમાં મહિલા કર્મચારીઓને ઘરે બેસાડી દીધી છે. તાલિબાને અહીંની મહિલા કર્મચારીઓને ઘરે જ રહેવાના આદેશ આપ્યા છે.
તાલિબાને હટાવ્યું મહિલાઓનું મંત્રાલય, સંપૂર્ણ રીતે પુરુષ પ્રધાન મંત્રાલયની કરી રચના
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલના અંતરિમ મેયરે કહ્યું છે કે દેશના નવા તાલિબાની શાસકોએ શહેરની અનેક મહિલા કર્મચારીઓને ઘરે જ રહેવાના આદેશ આપ્યા છે. મેયરનું કહેવુ છે કે, માત્ર એવી મહિલાઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમની અવેજીમાં પુરુષો કામે નથી લાગ્યા.
અફઘાની મહિલાઓએ કર્યો 'તાલિબાની બુરખા'નો વિરોધ, ફેશનેબલ કપડામાં શેર કરી ફોટો
કાબૂલના અંતરિમ મેયરની ટિપ્પણીઓ સંકેત આપી રહી છે કે તાલિબાન જાહેર જીવનમાં મહિલાઓ પર પ્રતિબંધો લાદ્યવા સહિત ઇસ્લામની કઠોર વ્યાખ્યાને લાગૂ કરી રહ્યા છે, જ્યારે શરુઆતમાં તાલિબાને સહિષ્ણુતા અને સમાનતાનું વચન આપ્યું હતું. 1990ના શાસનમાં તાલિબાને છોકરીઓ અને મહિલાઓનું શાળાએ જવાનું તથા નોકરી કરવાનું બંધ કરાવી દીધું હતું.
દેશ ચલાવવા માટે છે ભંડોળની જરુર, 2000 વર્ષ જૂના ખજાનાની શોધ કરી રહ્યું છે તાલિબાન
માહિતી મુજબ તાલિબાને કાબૂલ પર કબજો લીધા પહેલા શહેરના તમામ વિભાગોમાં 3000 કર્મચારીઓ પૈકી ત્રીજો ભાગ મહિલા કર્મચારીઓ હતી. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ મહિલાઓના મંત્રાલયને બરખાસ્ત કરી એના સ્થાને સંપૂર્ણ રીતે પુરુષ સભ્યોનું મંત્રાલય બનાવી દીધું છે.

Read Next Story