આકાશમાંથી વીજળી પડે ત્યારે જોવાની મજા આવે છે પરંતુ આ વીજળી કોઈના ઉપર પડે તો જીવ લઈ શકે છે. તમે ભણ્યા હશો કે જ્યારે બે વાદળ એકબીજા સાથે અથડાય છે ત્યારે વીજળી પડે છે. ધરતી પર વીજળી પડે ત્યારે ચમકારો થાય છે અને કડાકો થાય છે. ધરતી પર એક લીટીની જેમ વીજળી દેખાય છે પરંતુ શું તમને ખબર છે કે ધરતી પર વીજળી પડે ત્યારે અંતરિક્ષમાં કેવું દ્રશ્ય દેખાય છે. હવે તમે આ દ્રશ્ય જોઈ શકો છો. નાસાના એસ્ટ્રોનોટે વિડીયો શેર કરીને બતાવ્યું છે કે, ધરતી પર વીજળી પડે ત્યારે અંતરિક્ષમાં કેવું દ્રશ્ય સર્જાય છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
NASAના એસ્ટ્રોનોટ Bob Behnkenએ વિડીયો શેર કરીને સામાન્ય જનતાને જોવાની તક આપી કે વીજળી થાય ત્યારે અંતરિક્ષમાં કેવું દેખાય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના હાલના ચર્ચિત સ્પેસએક્સ ફ્લાઈટમાં ગયેલા બોબે સ્પેસમાંથી ધરતી પર થતી વીજળીનો વિડીયો રેકોર્ડ કર્યો છે.
Lightning from above. The violet fringes are mesmerizing. pic.twitter.com/eLCGMTbfTY— Bob Behnken (@AstroBehnken) July 21, 2020બોબે શેર કરેલા 9 સેકંડના વિડીયોમાં જાંબુડિયા રંગની લાઈટ જોવા મળે છે. ચાલતા વાદળોની વચ્ચે નાની-નાની લાઈટ જેવા દ્રશ્યો જોવા મળે છે તે વીજળી છે. આ વિડીયો શેર કરતાં બોબે લખ્યું, “ઉપરથી વીજળીનો નજારો. જાંબુડી રંગની ફ્રિંજ આકર્ષક છે.”
બુધવારે બોબે શેર કરેલા આ વિડીયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને આ દ્રશ્ય જોયા બાદ પોતાની ઉત્સુકતા વર્ણવી છે. બોબ સ્પેસમાં ગયો છે ત્યારથી કેટલીક સુંદર તસવીરો શેર કરતો રહે છે. સ્પેસમાંથી ધરતી કેવી દેખાય છે તેની આકર્ષક તસવીરો શેર કરતો રહે છે. થોડાા સમય પહેલા જ ધરતી પરના દિવસ-રાતનો તફાવત દર્શાવતી તસવીર બોબે શેર કરી હતી.
કોરોનાની રસી બની ગઈ તો પણ દરેક ભારતીયને આપવામાં કેટલા વર્ષ લાગી જશે?