એપશહેર

કોરોના સંકટમાં અહીં સ્ટેડિયમમાં ફસાયા હજારો લોકો, ઘરે જવા માટે ઉતાવળા

ફિલિપાઈન્સના બેઝબોલ સ્ટેડિયમમાં તે લોકો ફસાયા કે જેઓ પોતપોતાના ઘરે જવા માગે છે

I am Gujarat 25 Jul 2020, 10:48 pm
કોરોના વાયરસની મહામારીનો સામનો દુનિયાના મોટાભાગના દેશો કરી રહ્યા છે. ત્યારે ફિલિપાઈન્સ (Philippines)માંથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. કોરોના વાયરસના સંકટ દરમિયાન ફિલિપાઈન્સમાં હજારો નાગરિકો એક બેઝબોલ સ્ટેડિયમમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંની સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ટ્રાન્સપોર્ટ દ્વારા આ તમામ લોકો પોતપોતાના ઘરે જવાની રાહ જોઈ રહ્યા છે.
I am Gujarat w5


અધિકારીઓએ જણાવ્યું કે સ્ટેડિયમ તે લોકોની મદદ કરવા માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે કે જેઓ ફિલિપાઈન્સની રાજધાની મનિલા (Manila)માં નોકરી ગુમાવી ચૂક્યા છે. તેઓને પોતાના ઘરે મોકલતા પહેલા તેમની તપાસ કરવામાં આવશે. તમામ લોકોની મદદ માટેની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ શુક્રવારે 7500 લોકોને સ્ટેડિયમમાં આવવાની યોજના બનાવી હતી પણ ત્યાં અન્ય 2000 લોકો પણ પહોંચી ગયા.

આ મુદ્દે વાત કરતા ત્યાંના એક સહાયકે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાને કારણે અમે નિયંત્રણ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન જોવા મળી રહ્યું નથી. લોકો એકબીજાની નજીક જોવા મળી રહ્યા છે અને કેટલાંક લોકોએ તો માસ્ક પણ પહેર્યા નથી.

આ સ્ટેડિયમમાં ફસાયેલા હજારો લોકો પૈકી એક વ્યક્તિએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા જવાની ફ્લાઈટ રદ થતાં તેઓ ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં ફસાઈ ગયા છે. હવે તેઓ પાસે કામ નથી અને પૈસા પણ ખતમ થઈ ગયા છે. હવે અહીંની સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં જવા માટેની અનુમતિ પહેલા સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો