એપશહેર

આવી છે પાકિસ્તાનની હાલત, TIKTOK સ્ટારે PMની ખુરશી પર બેસી બનાવ્યો વીડિયો

I am Gujarat 24 Oct 2019, 11:37 am
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની પ્રખ્યાત TIKTOK સ્ટાર હરીમ શાહ ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તે વધુ ચર્ચામાં છે કારણ કે તેણે પોતાનો વીડિયો પાકિસ્તાન વિદેશ મંત્રાલયના કોન્ફરન્સ રૂમમાં શૂટ કર્યો છે. હરીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો શેર કરીને લોકો પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની મજાક ઉડાવી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરુ કરવા અહીં ક્લિક કરો
હરીમ આ વીડિયોમાં હાઈ-સિક્યોરિટી ધરાવતા વિદેશ મંત્રાલયના કોન્ફરન્સ રૂમમાં દેખાઈ રહી છે. તેમાં તે એ ખુરશી પર બેસી જાય છે જ્યાં પાકિસ્તાનના વિદેશ મત્રી બેસે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી અને હિંદી ગીત વાગતા સંભળાય છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ તેની ટીકા થવા માંડી હતી. અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. લોકલ મીડિયાને હરીમે જણાવ્યું છે કે તેણે પરવાનગી લીધા પછી જ ઑફિસમાં પ્રવેશ લીધો હતો. તેણે કહ્યું કે જો આ નિયમોની વિરુદ્ધ હોત તો અધિકારીઓએ આ વીડિયો બનાવવાની પરવાનગી જ નહતી આપવી જોઈતી. એક વીડિયોમાં હરીમ એ ખુરશી પર બેઠેલી દેખાય છે જેના પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બેસે છે. હરીમે જણાવ્યું, “હું નેશનલ એસેમ્બલી ગઈ હતી. ત્યાં મેં મારો પાસ લીધો અને એકદમ યોગ્ય રીતે ત્યાં દાખલ થઈ। મને ત્યાં કોઈ સિક્યોરિટીએ ન રોકી. મને કોઈ અડચણ ન થઈ. કોઈએ મને મદદ નહતી કરી, હું જાતે જ ત્યાં ગઈ હતી.” લોકો હરીમના વીડિયો સામે લોકો નારાજગી દર્શાવી રહ્યા છે અને સાથે ઈમરાન ખાન સરકારની મજાક પણ ઉડાવી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો