એપશહેર

લાઈવ બુલ ફાઈટમાં સાંઢે ફાઈટરને કચડીને મારી નાંખ્યો

I am Gujarat 10 Jul 2016, 12:22 pm
મેડ્રિડ: એક જાણીતા અને એવોર્ડ મેળવી ચૂકેલા બુલ ફાઈટરને હજારો લોકોની ભીડ સામે સાંઢે કચડીને મારી નાંખ્યો. ભીડમાં ફાઈટરની પત્ની પણ ઊભી હતી. સ્પેનમાં ગત 16 વર્ષ દરમિયાન સાંઢ સામે લડનાર કોઈ ફાઈટરનું આ પહેલું મોત છે.
I am Gujarat top spanish matador killed by bull in front of wifes eyes in a live telecast match
લાઈવ બુલ ફાઈટમાં સાંઢે ફાઈટરને કચડીને મારી નાંખ્યો


મેલ ઓનલાઈનના અહેવાલ મુજબ, મૃતક બુલ ફાઈટરનું નામ વિક્ટર બારિયો હતું. તે 29 વર્ષનો હતો. જ્યારે આ ઘટના બની, એ સમયે સ્ટેડિયમમાં હજારો લોકો સાંઢની સાથે તેની લડાઈ જોવા ઉમટ્યાં હતાં. તેનું ટીવી પર પ્રસારણ પણ થઈ રહ્યું હતું. ઘટના પૂર્વ સ્પેનમાં આવેલા અરાગોન પ્રાંતના તેરુઅલ શહેરની છે.

વિક્ટરની પત્ની રેકેલ સાન્જ પણ દર્શકોની વચ્ચે હાજર હતી. તેની નજર સમક્ષ આ ભયાનક ઘટના બની. સ્ટેયમમાં વિક્ટરની સાથે કેટલાક અન્ય બુલ ફાઈટસર્સ પણ હતા. વિક્ટરને બચાવવા માટે તે તેની મદદ કરવા દોડ્યા, પરંતુ તેને બચાવી શક્યા નહીં.


રેકેલ અને વિક્ટરના વર્ષ 2014માં લગ્ન થયા હતા. વિક્ટરને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. ઘટના બુલ ફાઈટિંગ દરમિયાન જ બની. વિક્ટર સાંઢને હટાવવા પ્રસાસ કરી રહ્યો હતો, પરંતુ એ દરમિયાન સાંઢે તેને શિંગડા ભારી દીધું. આ હુમલાને વિક્ટર સહન કરી શક્યો નહીં અને હવામાં ઉછળી જમીન પર પટકાયો. સાંઢે વિક્ટરને તે પછી સાંઢે તેની છાતીમાં પોતાના શિંગડા ઘૂસાડી દીધા.

સાંઢનું નામ લોરેન્જો છે. મેચની શરૂઆતમાં જ તેને ઘણી મુશ્કેલી પડી રહી હતી, પરંતુ પછી હવાની એક લહેરને કારણે જ્યારે વિક્ટરનું ધ્યાન ભટક્યું, ત્યારે સાંઢ તેના પર હાવિ થઈ ગયો. આ મેચનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોવાથી ઘટનાને સમગ્ર સ્પેને જોઈ. દર્શકોએ તેના વીડિયો ફૂટેજને સોશયલ મીડિયા પર અપલોડ કરી દીધા.

જોકે, સ્પેનમાં બુલ ફાઈટિંગ દરમિયાન મોત થવું સામાન્ય વાત છે, પરંતુ આ પહેલા દુનિયામાં આવી મેચ દરમિયાન કોઈ ફાઈટરનું મોત વર્ષ 1985માં થયું હતું. https://youtube.com/watch?v=HPY5vBPnbGw+

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો