એપશહેર

સાઉથ આફ્રિકાના કોરોના સ્ટ્રેઈન સામે વેક્સિન નિષ્ફળ જવાનો ભય

વૈજ્ઞાનિકોનું માનવું છે કે સાઉથ આફ્રિકાના કોરોના સ્ટ્રેઈન સામે કોવિડ-19ની વેક્સિન નિષ્ફળ રહી શકે છે

I am Gujarat 8 Jan 2021, 6:46 pm
ઘણી લાંબી રાહ જોયા બાદ કોરોના વાયરસની વેક્સિન બની છે અને ઘણા દેશોમાં રસીકરણ શરૂ પણ થઈ ગયું છે. પરંતુ કોરોનાના બદલાતા સ્વરૂપો સામે આવી રહ્યા છે જેના કારણે નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સાઉથ આફ્રિકાના કોરોના સ્ટ્રેઈન સામે વેક્સિન નિષ્ફળ જઈ શકે છે.
I am Gujarat vaccine pfizer3


બ્રિટનમાં કોવિડ-19નો નવો સ્ટ્રેઈન સામે આવ્યો હતો જે કોરોના કરતા 70 ગણો ચેપી છે પરંતુ સાઉથ આફ્રિકામાં જોવા મળેલો સ્ટ્રેઈન યુકેના સ્ટ્રેઈન કરતા પણ વધારે ખતરનાક છે. જેના કારણે બ્રિટનના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે આશંકા વ્યક્ત કરી છે કે સાઉથ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેઈન સામે વેક્સિન નિષ્ફળ જઈ શકે છે.

હાલમાં કોવિડ-19 વેક્સિન તૈયાર કરતી અગ્રણી કંપનીઓ હાલમાં તે ચકાસી રહ્યા છે કે તેમની વેક્સિન યુકે અને સાઉથ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેઈન સામે અસરકારક છે કે નહીં. યુએસની ડ્રગ બનાવતી કંપની દ્વારા લેબોરેટરીમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ફાઈઝર અને બાયોએનટેકની કોવિડ-19 વેક્સિન યુકે અને સાઉથ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના વધુ ચેપી સ્ટ્રેઈન સામે અસરકારક જોવા મળી છે.

શેપ્સે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકન સ્ટ્રેઈનથી નિષ્ણાતોની ચિંતા વધી ગઈ છે કારણ કે તેમને ડર છે કે કોરોનાની વેક્સિન આ સ્ટ્રેઈન સામે અસરકારક રહેશે કે નહીં. સાઉથ આફ્રિકાનો કોરોના સ્ટ્રેઈન વૈજ્ઞાનિકો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે.

નોંધનીય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં યુકેમાં કોવિડ-19નો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો હતો અને તેના કારણે યુકેમાં કેસ અને મૃત્યુઆંકમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે અને સમગ્ર બ્રિટનમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઘણા દેશોએ બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બ્રિટનનો કોરોના સ્ટ્રેઈન 70 ગણો ચેપી છે. જોકે, સાઉથ આફ્રિકામાં આ સ્ટ્રેઈન કરતા પણ વધારે ખતરનાક સ્ટ્રેઈન સામે આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો