એપશહેર

અમેરિકાની ફ્લાઈટમાં પેસેન્જર બૂમો પાડી રડવા લાગ્યા, હજારો ફૂટ ઊંચે એન્જિનમાં આગ લાગતા ડરી ગયા

US plane engine caught fire: અત્યારે એવિએશન સેફટીનો મુદ્દો સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. તેવામાં યૂનાઈટેડ એરલાઈનની વધુ એક ફ્લાઈટ સાથે દુર્ઘટના બની છે. ટેક ઓફ બાદ તેના એક એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યારપછી અંદર બેઠેલા પેસેન્જર્સ ગભરાઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા હતા. કેટલાકને લાગ્યું આ તેમની છેલ્લી મુસાફરી હશે તેમ કહીને જોરજોરથી રડવા લાગ્યા હતા.

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 9 Mar 2024, 1:23 pm
US plane engine caught fire: અમેરિકાના હ્યુસ્ટનથી એમસ્ટરડેમ જતી યૂનાઈટેડ એરલાઈનની ફ્લાઈટનાં એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ એ બાજુ જેટલા પણ પેસેન્જર બેઠા હતા તે લોકો ગભરાઈ ગયા અને બૂમા બૂમ કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તો એવું કહેવાનું શરૂ કરી દીધું હતું કે હવે અમે કદાચ છેલ્લી મુસાફરી કરી રહ્યા છીએ અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે યૂનાઈટેડ એરલાઈનની બીજી એક ફ્લાઈટ હતી જેનું ટાયર નીકળી ગયું હતું અને તે પાર્કિંગમાં ગાડીઓ પર પડ્યું તો તેમનો ફૂરચો ઊડી ગયો હતો. ત્યારે પણ આ ફ્લાઈટના મેઈનટેનન્સને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા અને હવે આગ લાગવાની ઘટના સામે આવતા ફરીથી ઊઠ્યા છે.
I am Gujarat file pic
ફાઈલ ફોટો


ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી
યૂનાઈટેડ ફ્લાઈટ 1677 ફ્લાઈટમાં 179 પેસેન્જર અને 8 ક્રૂ મેમ્બર હ્યુસ્ટનથી એમ્સ્ટરડેમ જઈ રહ્યા હતા. આ ફ્લાઈટ હ્યુસ્ટનથી ટેક ઓફ થઈ અને થોડી જ ક્ષણોમાં તેના એન્જિનથી અવાજો આવવાનું શરૂ થઈ ગયું હતું. ક્રૂ મેમ્બર્સે આ સમયે પાયલટને જાણ કરી અને બીજી બાજુ પેસેન્જર્સને પણ કહ્યું કે તમે ચિંતા ન કરો બધુ નોર્મલ થઈ જશે. જોકે હવે આ વાત પૂરી જ થઈ હતી કે તરત એ એન્જિનમાં આગ લાગી ગઈ હતી. એકબાજુથી ધુમાડો નીકળે તો બીજી બાજુથી આગની જ્વાળાઓ વિન્ડો સીટ બહાર જોવા મળતી હતી.

પેસેન્જરોને ક્રૂ મેમ્બર્સ કઈ કહે તે પહેલા જ કેટલાક લોકોએ બૂમો પાડવા લગ્યા હતા. સ્થિતિ એટલી બેકાબુ બની ગઈ હતી કે લોકો બચાવ માટે બૂમો પાડતા હતા તો કેટલાક લોકો રડતા રડતા તેમના પરિવારજનોને યાદ કરવા લાગ્યા હતા. તેમણે જોરજોરથી લોકોને કહ્યું કે હવે આપણે નહીં બચી શકીએ કદાચ આપણી આ છેલ્લી મુસાફરી હશે. જોકે બીજી બાજુ ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ એ સમજાવવા પ્રયત્ન કરતા હતા કે આપણે ઈમરજન્સી લેન્ડિંગ કરીશું અને તમને બચાવવામાં પાયલટ પોતાનું બેસ્ટ આપી દેશે.

પાયલટે સમયસૂચકતા વાપરી લેન્ડિંગ કરાવ્યુંઆવી પરિસ્થિતિમાં પાયલટે સમયસૂચકતા વાપરીને ક્રૂને કહ્યું કે તમે પેસેન્જર્સને શાંત કરો. બીજી બાજુ તેણે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધ્યો અને તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેને પરમિશન પણ મળી ગઈ અને ત્યારપછી તમામ પેસેન્જર સહિત ક્રૂ મેમ્બર્સને સેફ રાખીને ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ હતી.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો