એપશહેર

US રાષ્ટ્રપતિ બાઈડનની પૌત્રી નાઓમીના થયા લગ્ન, વ્હાઈટ હાઉસમાં સમારંભ યોજાયો

આ ઐતિહાસિક કાર્યક્રમમાં નાઓમીના દાદા-દાદી, રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડન નવ દંપતિ સાથે જોવા મળ્યા હતા. મીડિયા અહેવાલો પ્રમાણે એક દાયકાથી વધારે સમય બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે વ્હાઈટ હાઉસમાં એક લગ્ન સમારંભ યોજાયો છે. કાર્યક્રમ માટે વ્હાઈટ હાઉસની સજાવટ કરવામાં આવી હતી અને ખૂબ જ નજીકના લોકોએ તેમા ભાગ લીધો હતો.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 20 Nov 2022, 10:20 pm
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પૌત્રી નાઓમી બાઈડનના રવિવારે પીટલ નીલ સાથે લગ્ન થયા છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે સેરેમની રાષ્ટ્રપતિ ભવનના સાઉથ લોનમાં યોજાયો હતો. કાર્યક્રમ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. બે પરિવારના નજીકના સંબંધીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
I am Gujarat Joe Biden
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના પૌત્રીના લગ્ન યોજાયા છે


આ ઐતિહાસિક કાર્યક્રમમાં નાઓમીના દાદા-દાદી, રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડન નવ દંપતિ સાથે જોવા મળ્યા હતા. મીડિયા અહેવાલો પ્રમાણે એક દાયકાથી વધારે સમય બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે વ્હાઈટ હાઉસમાં એક લગ્ન સમારંભ યોજાયો છે. કાર્યક્રમ માટે વ્હાઈટ હાઉસની સજાવટ કરવામાં આવી હતી.

કોણ છે પીટલ નીલ
સમારંભ બાદ કાર્યક્રમમાં લંચ યોજાયું હતું. તેમા ફક્ત પરિવારના નજીકના સભ્યોએ ભાગ લીધો હતો. 28 વર્ષિય નાઓમી કાયદામાં સ્નાતક છે. હવે તે વકીલાત કરી રહ્યા છે. જ્યારે 25 વર્ષિય પીટરે પણ કાયદામાં સ્નાતક પદવી હાંસલ કરેલ છે તેમ જ અગાઉ વ્હાઈટ હાઉસમાં પણ ઈન્ટર્નશિપ કરી હતી. મળતી માહિતી પ્રમાણે નીલે તાજેતરમાં જ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના લો સ્કૂલમાંથી સ્નાતક પદવી હાંસલ કરી હતી. તે વોશિંગ્ટનમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરમાં કામ કરે છે.

વ્હાઈટ હાઉસમાં આ 19મા લગ્ન યોજાયા
અત્રે ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસના 200થી વધારે વર્ષના ઈતિહાસમાં આ 19મા લગ્ન યોજાયા હતા. અત્યાર સુધી વ્હાઈટ હાઉસમાં 18 લગ્ન યોજાઈ ગયા છે. જેમાં વર્ષ 1971માં રિચર્ડ નિક્સનની દીકરી ટ્રિશિયા અને વર્ષ 1967માં લિંડન જોનસનની દીકરી લિંડાના લગ્ન થયા હતા.

Read Next Story