એપશહેર

ટ્રમ્પ કા દિલ હૈ કી માનતા હી નહીંઃ ફરી એકવાર કહ્યું- 'હું જ જીત્યો ચૂંટણી'

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજયી થયા છે, જ્યારે તેમના એક સાથીએ ખાતરી આપી હતી કે, સત્તાનું હસ્તાન્તરણ પેશેવર રીતે કરવામાં આવશે.

I am Gujarat 17 Nov 2020, 8:40 am
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની હાર હજી પણ સ્વીકારવા તૈયાર નથી. રવિવારે પહેલી વખત તેમને ટ્વિટ કરીને જો બાઇડનની જીત સ્વીકારી હતી પરંતુ સોમવારે તેઓએ ફરીથી કહ્યું કે, 3 નવેમ્બરના રોજ થયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી તો હું જ જીત્યો છું.'
I am Gujarat 10


જોકે આ ટ્વિટને સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા ફ્લેગનું નિશાન લગાવીને લખવામાં આવ્યું છે કે, 'સત્તાવાર સૂત્રોએ આ ચૂંટણી અંગે જુદી રીતે ટિપ્પણી કરી છે.' રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પે ટ્વિટર પર ચૂંટણીમાં છેતરપિંડીના ખોટા દાવાઓનું પુનરાવર્તન કરતા લખ્યું કે, 'તેમણે ચૂંટણી જીતી કારણ કે ચૂંટણીમાં છેતરપિંડી થઈ હતી.
ગયા અઠવાડિયે મુખ્યધારાની મીડિયા દ્વારા બાઇડનને 538 ઈલેક્ટોરલ કોલેજ મતમાંથી જરૂરી 270થી વધુ મત પર જીત મેળવ્યા પછી 77 વર્ષીય ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિને ચૂંટણીના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, બાઇડનને કુલ 306 ઈલેક્ટોરલ કોલેજ મતો મળ્યા છે. આમ હોવા છતાં ટ્રમ્પે ચૂંટણીમાં હાર સ્વીકારવાની ના પાડી, અને કહ્યું કે, તેઓએ ચૂંટણીમાં જીત મેળવી છે.

રિપબ્લિકના ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 232 ઈલેક્ટોરલ મત છે અને તેઓએ પેન્સિલ્વેનીયા, નેવાડા, મિશિગન, જ્યોર્જિયા અને એરિઝોના સહિતના ઘણા રાજ્યોમાં ચૂંટણીના પરિણામોને પડકાર્યા છે. તેમણે વિસ્કોન્સિનમાં પણ ફરીથી મત ગણતરી કરવાની હાકલ કરી છે. તેઓએ મુખ્ય પ્રાંતોમાં દાવો કર્યો છે પરંતુ તેમના છેતરપિંડીના દાવાને ટેકો આપવા માટે કોઈ પુરાવા પૂરા પાડ્યા નથી.

આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને વાયદો કર્યો છે કે, દેશના નિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને 'ખૂબ જ પેશેવર રીતે સત્તા હસ્તાન્તરણ' કરવામાં આવશે. એક ઇન્ટરવ્યૂમાં ઓ બ્રાયને સ્વીકાર્યું હતું કે ટ્રમ્પ સામે કોર્ટમાં ઘણા પડકારો છે. ઓ બ્રાયને કહ્યું હતું કે, જો બાઇડન-હેરિસ વિજેતા હોય તો ખૂબ જ પેશેવર રીતે સત્તા હસ્તાન્તરણ કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો