એપશહેર

અમેરિકાએ ચીનને સ્પષ્ટ સંભળાવ્યું, 60 વર્ષથી ભારતનું છે અરુણાચલ પ્રદેશ

ભારત અને ચીન વચ્ચે અરૂણાચલ પ્રદેશને લઈને ચાલી રહેવા વિવાદ વચ્ચે અમેરિકાએ ભારતનો પક્ષ લીધો.

I am Gujarat 1 Oct 2020, 11:55 pm
વોશિંગ્ટન: ભારત અને ચીનની વચ્ચે ઉત્તરથી લઈને ઉત્તર-પૂર્વ સરહદને લઈને વિવાદ પર દુનિયાભરની નજર છે. એશિયાના બે સૌથી મોટા દેશો વચ્ચેની સ્થિતિને લઈને બીજા ભાગોમાં પણ હલચલ છે. ખાસ કરીને અમેરિકા સ્થિતિ પર ઝીણવટથી નજર રાખી રહ્યું છે, જે પોતાના માટે ચીનને એક મોટો પકડાર માન છે. તેને પગલે અમેરિકાએ હવે અરુણાચલ પ્રદેશ મુદ્દે ભારતનો સાથ આપ્યો છે.
I am Gujarat America to china
અમેરિકાના ગૃહ વિભાગે નિવેદન આપ્યું છે કે, લગભગ 60 વર્ષથી અમેરિકાએ અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ માન્યો છે.


અમેરિકાના ગૃહ વિભાગે નિવેદન આપ્યું છે કે, 'લગભગ 60 વર્ષથી અમેરિકાએ અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ માન્યો છે. અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી, પછી તે સૈન્ય હોય ક નાગરિક, તેના માટે ક્ષેત્રીય દાવાઓને લઈને એકપક્ષીય પ્રયાસનો વિરોધ કરે છે.' તે સાથે વિભાગે એમ પણ કહ્યું છે કે, 'વિવાદિત ક્ષેત્રો વિશે અમે માત્ર એટલું કહી શકીએ કે, અમે ભારત અને ચીનને દ્વીપક્ષીય રસ્તે વાતચીત કરી તેને ઉકેલવા માટે પ્રેરિસ કરીએ છીએ અને સૈન્યબળનો ઉપયોગ ન કરવાની અપીલ કરીએ છીએ.'

ગત મહિને જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિનને જ્યારે અરુણાચલના ગુમ થયેલા 5 યુવકો અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ભારતીયો વિશે જાણકારી આપવાના બદલે અરૂણચાલ પ્રદેશને ચીનનો ભાગ જણાવી દીધો હતો. લિજિને કહ્યું હતું કે, 'ચીને ક્યારેય અરૂણાચલ પ્રદેશને માન્યતા નથી આપી, જે ચીનના દક્ષિણ તિબેટનો વિસ્તાર છે.'

ઉલ્લેખનીય છે કે, ગત 2 સપ્ટેમ્બરે ગુમ થયેલા અરૂણાચલના 5 યુવકોને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ 12 સપ્ટેમ્બરે ભારતને સોંપ્યા હતા. આ પાંચેય યુવકો ભારતીય સેનામાં પોર્ટર તરીકે કામ કરે છે. તેઓ ભૂલથી સરહદ પાર કરીને ચીનના વિસ્તારમાં પહોંચી ગયા હતા. તે પછી પીએલએએ તેમને બંદી બનાવી લીધા હતા. ચીનની આર્મીથી બચીને આવેલા બે લોકોએ ગામમાં આવીને આ વાત જણાવી હતી. તે પછી પીએલએ દ્વારા પાંચ યુવકોને બંદી બનાવાયાની વાતની દુનિયાને જાણ થઈ હતી. તે પછી ભારતીય સેનાએ હોટલાઈન પર ચીનની સેનાનો સંપર્ક કરી પાંચેય યુવકોને છોડી દેવા આગ્રહ કર્યો હતો. પરંતુ, ચીનની સેનાએ અજાણ બનતા કોઈપણ યુવકની અટકાયત કરાયાનો ઈનકાર કર્યો હતો. ભારતીય સેનાએ સતત દબાણ કરવાનું ચાલુ રાખતા આખરે ચીને પાંચેય યુવકોને છોડવા પડ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો